________________
પાર્શ્વનાથનાં તીર્થો. કેવળ પાર્શ્વનાથનાં તીર્થો બતાવનારી આ સંગ્રહમાં ચાર તીર્થમાળાઓ છે – ૧ પં કલ્યાણસાગર વિરચિત “પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી”
પૃ. ૭૦–૭૨ ૨ મેઘવિ ઉપાધ્યાય વિરચિત “પાર્શ્વનાથ નામમાતા’
મૃ. ૧૪૯–૧૫૩ ૩ પં. રત્નકુશલ વિરચિત “ પાર્શ્વનાથસંખ્યા સ્તવન *
પૃ. ૧૬૯–૧૭૦ ૪ શાંતિકુશલ વિરચિત “ ગેડી પાર્શ્વનાથસ્તવન”
પૃ. ૧૮-૨૦૦ ઉપરની ચાર તીર્થમાળાઓ પૈકી પહેલી “પાશ્વનાથ ચેત્ય પરિપાટી પં. ચારિત્રસાગરના શિષ્ય કલ્યાણસાગરે બનાવી છે. કર્તાએ રસ્થાને સંવત્ આ નથી. આ તીર્થમાળામાં સંખેશ્વરથી શરૂ કરીને ગુજરાત, મઠિયાવાડ અને મારવાડ, મેવાડનાં જે જે ગામમાં પાર્શ્વનાથ બિરાજમાન હતા, તે તે ગામનાં નામું આપ્યાં છે. કવિએ અન્તમાં પાર્શ્વનાથની આરાધનાથી કેવાં કેવાં વિદને દૂર થાય છે, અને કેવું ફળ મળે છે, તે જણાવ્યું છે તે ઉપરાન્ત એ પણ સ્પષ્ટ કર્યું છે કે–આ તીર્થમાળામાં પાર્શ્વનાથનાં ૧૦૮ તીર્થો ગણાવવામાં આવ્યાં છે, કવિના શબ્દો આ છે – “એકસો આઠે આગલા એ તીરથ હો જગના સાધાર;” ર૯
(પૃ. ૭૨) બીજી મેઘવિ ઉપાધ્યાય વિરચિત “પાશ્વનાથ નામમાલા” છે. આ મેઘવિજય તે વિજયપ્રભસૂરિના સમયમાં થયેલ
૧ આ કલ્યાણસાગર તેમના સમયના એટલે અઢારમી શતાબ્દિના પ્રારંભ કાળના અનેક વિદ્વાને પૈકીના એક વિદ્વાન તરીકે વિખ્યાત થઈ ગયા છે. આ તીર્થમાળા ઉપરાન્ત તેમની પદ્માવતીઑત્ર, ભવાનીસ્તોત્ર, ચિંતામણિ પાશ્વનાથ સ્તોત્ર સંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન, શિક્ષા સઝાય અને આત્મબંધ મઝાય વિગેરે કુતિયો પણ જોવાય છે.
[ પ ]