________________
આપે છે. ચારે દિશાનાં વર્ણનમાં નિમ્નલિખિત દેશને કવિએ સમાવેશ કર્યો છે –
૧ પશ્ચિમ દિશામાં કાઠિયાવાડ, કચ્છ, સિંધ અને માવાડને સમાવેશ કર્યો છે.
૨ પૂર્વ દિશામાં આગરાથી લઈ કાશી, મધ, બંગાલ અને મેવાડને સમાવેશ કર્યો છે. ( ૩ દક્ષિણમાં ખાનદેશથી શરૂ કરી દ્રાવિડ, મલબાર,વીજપુર તથા સુરત જીલ્લો અને ગુજરાતને સમાવેશ કર્યો છે.
૪ ઉત્તરમાં દિલી, પંજાબ, કાશ્મીર, મુલતાન અને લાટ દેશને સમાવેશ કર્યો છે. - આ કવિએ દક્ષિણનું જે વર્ણન કર્યું છે, તેમાં મોટે ભાગે દિગમ્બર તીર્થોનું વર્ણન છે. કવિનું કેટલુંક વર્ણન બહુ ધ્યાન ખેંચનારું છે. કાંચીના વર્ણનમાં કવિએ કાંચીને બે વિભાગમાં વિભક્ત કરી બતાવી છે. જેન કાંચી અને શિવ કાંચી. (જૂઓ. પૃ. ૧૧૭) મલબાર અને કલિકેટના વર્ણનમાં કવિ કથે છે –
ઘાટ ઉતરી આવ્યા મલબારિ કલિકેટ બંદિર અતિહિ ઉદાર - જિન મંદિર વેતાંબર તણું વ્યાપારી ગુર્જર તિહાં ભણું.”૭૭.
(પૃ. ૧૧૯). આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે-કવિના સમયમાં મલબાર અને કલિકટમાં શ્વેતામ્બર મંદિર હતું, તેમ ત્યાં ગુજર વણિ યાઓ પણ વસતા હતા.
કવિના વર્ણન ઉપરથી એક ખાસ જાણવા જેવી વાત મળે છે અને તે એ કે-અત્યારે જૈનધર્મ જેમ વાણિયાને થઈ પડ્યો છે, તેમ તે વખતે હતું. દક્ષિણમાં તે વખતે ચારે વર્ણના લકે જેનધર્મ પાળતા હતા. કવિ એક સ્થળે કથે છે:– * * “ ચાર વર્ણના શ્રાવક ભદ્ર બ્રહ્મ વ્યત્રિ વૈશ્ય નિ સ; નાતિતણે એહજ વિવાર મિઓ દેવ તણે પરિહાર.” ૮૩
(પૃ. ૧૧૯) [ પ ]