________________
આમાં સંકે જણાવ્યું નથી. માત્ર સૈકા ઉપરનાં વર્ષ રર જણાવી શ્રાવણ પક્ષની ત્રીજને ગુરૂવારે આ પરિપાટી રચી, એમ જણાવે છે. વળી આમાં વર્ણવેલ તીર્થોના નામો પૂરાં કરી કવિ કથે છે– .
સંવત એકવીસ ભેટીયા ભયભજન ભગવંત” સ. તા. ૬.
(પૃ. ૬૧)
આમાં પણ સેંકે ન બતાવી માત્ર ચાલુવર્ષ “એકવીસમું” બતાવેલ છે. ઉપરનાં બે કથનેથી સ્પષ્ટ થાય છે કે-કવિએ ૨૧ મા વર્ષમાં યાત્રા પૂરી કરી, અને બાવીશમાં વર્ષમાં આ ચૈત્યપરિપાટી બનાવી.
આમાં વર્ણવેલ તીર્થોની યાત્રા અમદાવાદથી શરૂ કરી છે અને ગુજરાત અને મારવાડનાં ગામનાં મંદિરે ગણાવી પૂરી કરી છે. આ તીર્થમાળામાં ખાસ એક વિશેષતા છે. અને તે એ કે–આ કૃતિમાં કવિને ઉદ્દેશ્ય મૂર્તિની સંખ્યા બતાવવાનું છે અને તેથી તેઓ પ્રત્યેક ગામનાં મંદિરમાં કેટલી કેટલી મૂર્તિ-જિનબિંબ છે, તેની સંખ્યા બતાવતા ગયેલ છે. પિતાને આ ઉદ્દેશ્ય કવિએ શબ્દોમાં પણ વ્યક્ત કર્યો છે – સંખ્યા કહું જિનબિંબની છે અંગથી આલસ છોડિર” મા પ્ર. ૨
(પૃ. ૫૭ ) છેવટ જતાં આમાં વર્ણિત સંખ્યા કવિના શબ્દોમાં કહીએ તો આટલી છે –
સહિત ઉગણીસ નિ ઊપરિ બાવન છિ ગુણવત” સં. (પૃ. ૬૧)
૧ કવિએ આ તીર્થમાળામાં જે જે તીર્થોનું વર્ણન કર્યું છે, તેમાં કાપડહેડા તીર્થનું પણ નામ છે. “કાપડહેડા તીર્થની ઉત્પત્તિ સં. ૧૬૭૮માં થયેલી છે, એ વાત મુનિ દયારત્ન વિરચિત “કાપડહેડા” રાસથી અને “કાપડહેડા” ના શિલાલેખોથી સિદ્ધ થાય છે. સુતરાં, કવિની આ રચના અઢારમી શતાબ્દિના ૨૨ મા વર્ષમાં (૧૭રર ) માં બનેલી છે, એ કલ્પના કરવી અસ્થાને નહિંજ ગણાય.