________________
રહીશ, પરંતુ પાછળથી સૂરતમાં આવી વસેલ રવજીશાના કુલના શા કચરા કીકાએ કાર્તિક સુ. ૧૩ (સંવત્ જણાવ્યું નથી) ના દિવસે કાઢો હતે. રૂપચંદ નામના ગૃહસ્થ પણ સંઘવી તરીકે તેમાં જોડાયા હતા. ડુંમસથી દરિયા માગે વિદાય થઈ આ સંઘ ભાવનગર બંદર ઉતર્યો હતે. ભાવનગરમાં આ વખતે રાજા ભાવસિંહજી રાજ્ય કરતા હતા. ભાવનગરથી વરતેજ, કનાડ થઈ સંઘ પાલીતાણે આવ્યું હતું. આ સંઘમાં ભાવનગરથી પં ઉત્તમવિજયજી સાથે ચાલ્યા હતા.
આઠમી ખીમા નામના કવિએ બનાવેલી “શત્રુંજય ચૈત્ય પરિપાટી” છે. આ ખીમા કોણ તે કંઈ જણાવવામાં આવ્યું નથી, તેમ રસ્થાને સંવત્ પણ આપે નથી.આમાં કેવળ શત્રુજય ઉપરનાં મંદિરે અને દર્શનીય સ્થાનેનું વર્ણન છે.
ઉપરની આઠે તીર્થમાળાઓ યદ્યપિ શત્રુંજયને લગતી છે, પરતુ વસ્તુત: શત્રુંજ્યની હકીકત સારા રૂપમાં પૂરી પાડનાર તે પહેલી, બીજી, ત્રીજી અને આઠમી એ ચાર તીર્થમાળાઓ જ છે. બાકીની તીર્થમાળાઓમાં કાંતે સંઘનાં વર્ણને છે, અને કાંતે શત્રુંજયની સ્તુતિ અને નામ માત્ર જણાવેલ છે. આ ચારે તીર્થ માળાઓમાં સિદ્ધાચલના મંદિરે, પાદુકાઓ અને અન્યાન્ય દર્શનીય સ્થાનનાં ઓછી વત્તી સંખ્યામાં નામે ગણાવવામાં આવ્યાં છે જેમાંનાં મુખ્ય આ છે –
લલિતસરોવર, ઇષભ પાદુકા, કમરવિહાર, ર૦ષભદેવની માતા-ગજપર બેઠેલ, શાન્તિનાથનું મંદિર, ચેમુખજી, પાંચ પાંડવ, અદબદ, કવાયક્ષ, વાઘણપોળ, છીપાવસહી, મહાવ
૧ કવિએ આ તીર્થમાળામાં સિદ્ધાચલનાં જે જે સ્થાનોનું વર્ણન કર્યું છે. તેમાં દેલવસહીનું પણ નામ છે. દેસલ એ છઠ્ઠા ઉદ્ધારક સમરાશાહને પિતા થત. આ દેસલવસહી સમજાશાહેજ બનાવેલ છે. સમરાશાહે અહિં ૧૩૭૮ માં ઉદ્ધાર કરાવ્યો હતો. આ ઉપરથી સહજ સમજાય છે કે આ કૃતિ સં. ૧૩૭૮ પછીની છે.
[૪૫ ]