________________
સુદિ ૧૦ (વિજયાદશમી) ના દિવસે સંઘવી” તિલક કરાવી પિષ વદિ ૧ ને ગુરૂવારના દિવસે સિદ્ધાચલને સંઘ કાઢ્યા હતા. આ વખતે જૂનાગઢમાં નવાબ સરદારખાન રાજ્ય કરતા હતા, એમ કવિ જણાવે છે. રાજસીના આ સંઘ સાથે દીવ, પાટણ, (પ્રભાસપાટણ,) વેરાવળ અને રિબંદરના સંઘે મળી ગયા હતા. આ સંઘ વડાલ થઈ રાણપુર આવ્યું, ત્યારે અહિં રાજી અને મવડીને સંઘ પણ ભેગે થઈ ગયે. અહિંથી આગળ વધી સંઘ પાલીતાણે પહેંચે. આ વખતે સંઘવીએ ઘોઘેથી વિજય પ્રભસૂરિને પાલીતાણે તેડાવ્યા. સંઘવીની વિનતિને માન આપી વિજયપ્રભસૂરિ એકસો પંચાવન સાધુ સાથે પાલીતાણે પધાર્યા અને સંઘવીને ત્યાં પગલાં કર્યા.
પાંચમી કવિ લાવણ્યસમયે બનાવેલ આદિનાથ-ભાસ” છે. કવિએ આ ભાસ રચ્યાને સંવત્ આપે નથી, પરંતુ આમાં સિદ્ધાચલના છ ઉદ્ધારનું ટૂંકમાં વર્ણન કરી સાતમા ઉદ્ધારનું વર્ણન કર્યું છે. સાતમે ઉદ્ધાર કર્મસિંહ (કર્માશાહ) કરાવ્યાનું જણાવ્યું છે. કવિ કહે છે કે – “સંવત પર વરસ સત્યાસી) વદિ વૈશાર્ષિ લગન પ્રકાસી છે." ૧૧
પરકાસીઈ વરલગન પંચમિ વેગિ વાહણિ તરી:
ઉત્તર દક્ષિણ પૂરવ પશ્ચિમ પાઠવઇ કંકોતરી.” ( પૃ. ૧૬૭ )
આ ઉપરથી જણાય છે કે-સં. ૧૫૮૭ ના વૈશાખ વદિ પના દિવસે કર્મસિંહે (કર્માશાએ) પ્રતિષ્ઠા કરાવી હતી. આ ઉપરથી એ અનુમાન સહજ કરી શકાય છે કે-કવિની આ કૃતિ સં. ૧૫૮૭ પછીની છે.
છ વિનીતકુશલ વિરચિત “શત્રુંજય સ્તવન” છે. આ વિનીતકુશલ તે છે, કે જેમની સં. ૧૭૨૨ માં બનાવેલી તીર્થમા
૧ આ ઉદ્ધાર સંબંધી બહુ લાંબી સંસ્કૃત પ્રશસ્તિ કવિ લાવણ્યસમયે રચી છે. આ પ્રશસ્તિ સિદ્ધાચળ ઉપર સૌથી હેટા અને મુખ્ય મંદિરના પૂર્વકારના એક થાંભલા ઉપર વિદ્યમાન છે. તેમ “શવંજયયાત્રા પ્રબંધ માં પણ વિસ્તારથી વર્ણન કર્યું છે.
[૪]