________________
આ ઉપરથી જણાય છે કે સુપ્રસિદ્ધ સાવથી નગરી, એ અત્યારનું કેના (અકેના ) નામનું ગામડું છે. આ કવિ અહિં . પ્રતિમા અને પગલાં હોવાનું જણાવી આ વનખંડને દંડક દેશની સીમા હોવાનું કથે છે – જિહો તિન વનવું જાણજે છ ઇંડક દેશની સીમ, સુ. ૭
" (પૃ. ૯૪) પં. વિજયસાગર આ સાવથી દરિયાબાદથી ત્રીસ ગાઉ ઉપર હોવાનું જણાવે છે –
“હું દરિયાબાદથી દોઈ દિશિકાસ ત્રીસ:
સાવOી સંભારી શંભવ જન્મ જગીસ. મ. ૯ (પૃ. ૧૨) અધ્યાથી લગભગ સાત કેસ ઉપર
- રત્નપુરી નામનું તીર્થ છે. ધર્મનાથનાં અહિં કલ્યાણક થયેલ છે. પં. જયવિજયે અહિં બે મંદિરે હોવાનું જણાવ્યું છે. તેમાં પગલાં અને ત્રણ પ્રતિમાઓ બતાવી છે. પંસૌભાગ્યવિજ્ય કહે છે કેઆ ગામને અત્યારે “રાઈનાઈ કહે છે.
- 1 આ તીર્થ, આઉધ એન્ડ હિલખંડ રેલવેના સોહાવલ સ્ટેશનથી લગભગ દોઢ-બે માઈલ ઉપર આવેલું છે. અત્યારે પણ આ ગામને “રૂના” કહે છે. જિનપ્રભસૂરિના સમયમાં આ ગામ રત્નવાહના નામથી પ્રસિદ્ધ હોય, એમ કહ૫ ઉપરથી જણાય છે. વળી જિનપ્રભસૂરિના સમયમાં અહિં ધર્મનાથનું મંદિર અને તેમાં નાગર્તિ યુક્ત ધર્મનાથની પ્રતિમા હેવાનું પણ જણાવે છે. તેમના શબ્દો આ છે – ... “तत्र च तथैव नागमूर्तिपरिवारिता श्रीधर्मनाथप्रतिमा ऽद्यापि सम्यग्दृष्टियात्रिकजनैरनेकविधप्रभावप्रभावनापुरस्मरं પૂ " અત્યારે અહિં બે મંદિર છે, પાર્શ્વનાથનું અને અભદેવ પ્રભુનું.
[ ૩૭ ]