________________
થયું હતુ. ઉપરની પાંચે તીર્થમાળાઓમાં આ સ્થાનનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે; પરન્તુ એકે કર્તાએ આ સ્થળ જોયેલું નથી. માત્ર લાકકથન ઉપરથીજ દરેકે તેનુ કથન કર્યું છે અને તેથીજ દરેકના મતમાં ફેરફાર જણાય છે. ૫૦ વિજયસાગર કથે છે:-- ગિરિ આગિ કારો મારે ઊપરથી દેવ જીહારે; રિન્જુવાલુઅ જ ભીગામ વીરહિજન કેવલ ડામ.
66
૧૨ (પૃ. ૮)
છે. જો કે અહિં એક દેરાસર અને ધમ શાળા છે; પરન્તુ તે નવાં મળેલ છે. આ મંદિરના ઋણાહાર સ. ૧૯૩૦ માં મુર્શિદાબાદ નિવાસી વ્યાખ્ ધનપતિસંહજીએ કરાવ્યાના શિલાલેખ છે; પરન્તુ તે શિલાલેખ નવો હોઇ તેઉપરથી સિદ્ધ નથી થતું કે—આ સ્થાન કેવળજ્ઞાનવાળુ સ્થાન છે.
હવે કેવળજ્ઞાનવાળુ મૂળ સ્થાન કર્યું, એ શોધવુ જોઇએ. આને માટ કંઇ પણ ચોક્કસ પ્રમાણુ કે ચિહ્ન નથીજ મળતું. તીર્થમાળાઓના કર્તાઓએ પણ ખાસ કાઇ નિશાન નથી છતાવ્યું, માત્ર સમ્મેતશિખરથી દક્ષિણ દિશામાં હોવાનું જણાવ્યું છે, અને સૌભાગ્યવિજયજીએ વધારામાં દામેાદર નદી ત્યાં વહે છે, ” એટલું કહ્યું છે; પરન્તુ આટલા ઉપરથી કંઇ સ્થાનના પત્તો મળી શંકે નહિ. વળી ‘ ટ્રીઓમેટ્રીકલ સર્વ ના નકશામાં તપાસ કરતાં ‘દામોદર નદી ’ઉપર જ’ભીયગામ જેવુ કાઇ ગામ પણ જાતું નથી. આ સ્થાન સંબંધી એક કલ્પના થઇ શકે છે. અને તે એ --પાર્શ્વનાથ હીલ ( સમ્મેતશિખર) થી દક્ષિણ-પૂર્વમાં આજી (Ajy) નામની મ્હોટી નદી વહે છે. આ નદીના એક કાંઠે લગભગ છે. માલ ઉપર જમગ્રામ ( Jagran') નામનું પ્રાચીન ગામ છે, અહિં જૂના કિલ્લા વિગેરે પણ છે, આ ગામ પા નાચ હીલથી દક્ષિણ--પૂર્વમાં લગભગ પચાસ માઇલ એટલે પચીસેક ગાઉ થાય છે, આજ આજી ( A Juy ) નદીની સાથે ઉપર્યુક્ત બરાફડ નદી આગળ વધીને મળી ગઇ છે. એટલે એવી કલ્પના થઇ શકે છે કે--આ આજી નદી, એજ તે વખતની ઉજી (જી) નદી હોય, અને આ જમગ્રામ, એજ તે વખતનુ જભાયગ્રામ હોય. અપભ્રંશ થતાં થતાં અત્યારે આ પ્રમાણેનાં નામો બન્યાં હોય. આ સ્થાનને મહાવીરસ્વામીના કવળજ્ઞાનનું સ્થાન માનવામાં એને પણ વિરોધ નથી આવતા કે--શાસ્ત્રોમાં જબીયગ્રામથી પાવાપુરી ૧૨ યોજન ( ૪૮ ગાઉ ) અંતાવવામાં આવેલ છે, કારણ કે આ જમગામથી પાવાપુરી લગભગ તેટલેજ દૂર થાય છે,
પ્
| ૩ |