________________
હત, તે અસ્થિગ્રામ, આજ વર્ધમાનના નામથી વિખ્યાત છે, એમ કવિ કથે છે, પરંતુ તે વાત સાચી જ છે, એમ માનતા નથી, એ એમના છેલ્લા શબ્દ-“જાણે એ કેવલી વાતાં હે”થી સ્પષ્ટ થાય છે. વસ્તુતઃ વર્ધમાનને અસ્થિગ્રામ માનવામાં ખાસ કંઈ પ્રમાણ મળતું નથી.
આવી જ રીતે બેકલેસરમાં ગરમ પાણીના કુંડ હવાનું, પંચેટમાં ગરૂડનારાયણ રાજા રાજ્ય કરતું હતું કે, તેમજ ત્યાંના પર્વત ઉપર રઘુનાથજીનું મંદિર અને પાણીના ઘણ કુંડી હોવાનું પણ કવિએ જણાવ્યું છે.
ઉપર્યુક્ત રસ્તે થઈને સમેતશિખર જતાં તળેટીમાં રઘુનાથપુરા નામનું ગામ આવે છે, એમ કવિ જણાવે છે. સમેતશિખરથી બાર ગાઉ ઉપર
રિજુવાલુકા-જીગામ તીર્થ છે. આ તે સ્થાન છે કે-જ્યાં વીરપ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન
૧ મહાવીર સ્વામિને કેવળજ્ઞાન થયું હતું, એ જુવાલિકા નદી અને જભય ગામને અત્યારે પત્તો મેળવવાનું કાર્ય એટલું જ કઠિન છે, જેટલું ક્ષત્રિયકુંડ વિગેરે નગરિયાને પત્તો મેળવવાનું કાર્ય આપણે કઠિન જોઈ ગયા. અત્યારે જે સ્થાનને આપણે મહાવીરસ્વામિના કેવલજ્ઞાનનું સ્થાન માનીએ છીએ, એ સ્થાન તે આ તીર્થમાળાઓ પૈકીની એક પણ તીર્થમાળામાં બતાવવામાં આવ્યું નથી. સુતરાં, અત્યારે મનાતું સ્થાન કે જે ગિરિડીહથી સન્મતશિખર જતાં રસ્તામાં લગભગ દસ માઈલ ઉપર આવેલ છે. તે આ તીર્થમાળાઓના સમય પછીથી પ્રસિદ્ધિમાં આવેલું છે. મહાવીરના કેવલજ્ઞાનવાળા સ્થાને જે નદી હોવાનું શાસ્ત્રોમાં જણાવેલ છે, તે નદીનું નામ છે હજુવાલુકા, અને જે ગામનું નામ આપવામાં આવ્યું છે તે ગામ છે જભીયગામ; અને તે કવિ
ના કથન પ્રમાણે સમેતશિખરથી દક્ષિણ દિશામાં આવેલ છે. જ્યારે અત્યારે જે સ્થાન મનાય છે ત્યાં છે બરાકર ( Barakar ) નદી અને દંભીયગામ કે તેના અપભ્રંશ વાળું તે કોઈ પણ ગામ નથી. તેમ આ નદી સમેતશિખરથી ઉત્તર દિશામાં આવેલ છે. એટલે આ એક સ્થાપના છે, એ ચેકસ થાય
[૩૨]