________________
કહેવામાં આવે છે, તે આ બિહારજ છે. આ બિહારથી બે ગાઉ ઉપર “તુગી” નામનું ગામ છે, સંભવ છે આ “તુંગી એજ પ્રાચીન “તુંગિયાનગરી હોય અને તેટલા માટે આ બિહારને પણ “તુંગિયાનગરી” તરીકે ઉલ્લેખ આ કવિએ કર્યો હોય. આ સિવાય આ નગરીને “તુંગિયાનગરી” કહેવાનું બીજું કંઈ પ્રમાણ મળતું નથી. - બિહારથી દક્ષિણમાં ત્રણ ગાઉ ઉપર–
પાવાપુરી. છે. મહાવીર નિર્વાણથી પવિત્ર બનેલું આ પવિત્ર સ્થાન છે. જો કે આ ગામનું નામ તે પુરીજ છે, પરંતુ આની પાસેજ એક પાવા નામનું બીજું ગામ હોવાથી આની પ્રસિદ્ધિ પાવાપુરી ના નામથી અત્યારે પણ છે.
ઉપર્યુકત તીર્થમાળાઓમાં આ તીર્થને માટે ખાસ કંઈ વિશેષ વાત લખવામાં આવી નથી. દરેકે અહિંના વિશાળ સરવરસ્થ મંદિરનું વર્ણન કર્યું છે. હા, પં સભાગ્યવિજયજીએ બે બાબતે ખાસ ધ્યાન ખેંચનારી કહી છે. તેમણે ઉલેખ્યું છે
કમલ સરોવર વીચ છે ચિત્ર જીવનિની રાસ, જી. પિણ કઈ વધ નવિ કરે ચિ અમરદેવની ભાસ.” જી ૯ (પૃ. ૯૨)
આ પવિત્ર સ્થાનના જેણે દર્શન કર્યા હશે તેને ખબર હશે કે–અત્યારે પણ આ સરોવરમાં અસંખ્ય જી કલ્લોલ કરી રહ્યા છે, પરંતુ તે જીવોને લેકે તરફને લગારે ત્રાસ નથી, તેમ તે છ-સર્પાદિ જી-લેકેને પણ લગારે ત્રાસ આપતા નથી.
આ પાવાપુરીમાં પ્રતિવર્ષ દીવાળી ઉપર એક વ્હોટે. મેળો ભરાય છે. ૪-૫ દિવસ આ મેળો રહે છે. દિવાળીના દિવસે રાત્રે તે આખી રાત લોક જાગરણ કરે છે અને પ્રભુને નિર્વાણ સમય ઘણું ધૂમધામથી ઉજવે છે. કવિ સૈભાગ્યવિજયજીના સમયમાં પણ આ જ પ્રમાણે દીવાળી ઉપર મેળો ભરાતે અને મહત્સવ થતે, એ તેમના નીચેના કથનથી જણાય છે –
[૧૬]