________________
પરન્તુ સંભવ છે કે–આ મંદિર ભેલપુરનું મંદિર હય. કારણ કેભેલપુરની નજીક જ સઘનવન હતું. જો કે અત્યારે તે ત્યાં પણ ઘણાંખરાં મકાન બની ગયાં છે.
ભેલપુર અને ભદૈની સિવાય શહેરમાં પણ અત્યારે બીજાં ૮મંદિરે છે. તે ઉપરની તીર્થમાળાઓમાં આપેલ કાશીના વર્ણનમાં ખાસ એક વાત વધુ ધ્યાન ખેંચે તેવી છે. ૫૦વિજયસાગરે લખ્યું છે–
કાસીવાસી કાગ મૂકઈ મુગતિ લહઈ ?
મગધિ મૂઓ નર પર હુઈ એ; તીરથવાસી એમ અસમંજસ ભાષ
જૈનત નિંદક ઘણું એ.’ ૬ (પૃ. ૪) આજ વાત પં. સૌભાગ્યવિજયજીએ પણ ઉલ્લેખી છે. આ ઉપરથી જણાય છે કે-જે કહેવત અત્યારે કાશીમાં બોલાય છે, તે તે વખતે એટલે સત્તરમી અને અઢારમી શતાબ્દિમાં પણ ચાલતી હતી. “મગધમાં મરે તે ગધેડે થાય ” આ કહેતી જેનો ઉપરના દ્વેષનું જ પરિણામ હતું. જે વખતે કાશીમાં બ્રાહ્મણનું જોર હતું, તે વખતે મગધદેશમાં જેનોનું સામ્રાજ્ય હતું. મગધદેશનાં બ્રાહ્મણકુટુંબો પણ જૈનધર્મ પાળતાં હતાં. આ કારણેજ બ્રાહ્મણોએ એ કહેવત પ્રચલિત કરી કે મગધમાં મારે તે ગધડે થાય છે.” કાશીમાં શ્રીમતી યશોવિજય જૈન પાઠશાળાના સ્થાપન થયા પછી જેનો પ્રત્યેના આ છેષમાં કેટલે બધે ઘટાડો થયો છે, એ ત્યાં જઈને અનુભવ કરનારને જણાયા સિવાય રહેતું નથી. બનારસની પાસેજ
- સિંહપુરી અને ચંદ્રાવતી. નામના બે તીર્થો છે. આ તીર્થો અનુક્રમે શ્રેયાંસનાથ અને ચંદ્રપ્રભુનાં ચાર કલ્યાણકના લીધે તીર્થ તરીકે મનાય છે.
- સિંહપૂરીના સંબંધમાં પં. વિજયસાગરનો ઉલ્લેખ ખાસ વિચારણીય છે. તેમણે લખ્યું છે –
[૧૩]