________________
તિહાંથી પૂરવસ્થિ છુિં બૈધ છ દરસણમાહિ કહ્યા અશુદ્ધ, દેસ દેપાલ નેપાલ ભેટાન પઇ ગુરષાંગ કલિંગને અંત. ૨૫ દેઉલ મહીમા મોટા ઘણી હસ્તી ભષ્ય આચારિ સુણ્યા કેતુકારી વાનરરાજ આશ્વમુષા છિ:આગલિ આજ. સહિસમુષી ગંગાનિ પારિ સોહિ જેનરાજ્ય ઉદાર, . સાતસય કેસે જઈઇ જામ ચાલીસ કેસ વિસ્તારિ તા. ૨૭ લાટદેસ તારા તંબોલ જિનધરમજન કરિ કર્લોલ; સૂરચંદ્ર રાજા જિનમતી ત્રણ લાષ સેનાતસ દીપતી. ૨૮ ગયંવર ગાજિ ઝરિ મદ વારિ પઢા પાંચસય જસ વર બારિ, અનુપચંદ્ર સેહિ સુત સાર બીજે ત્રિલેકચંદ્રકુમાર. ૨૯ સદાનંદ મંત્રી મહોત જિન ધરમીમતિસાગર સંત, પંચસત તુરંગમ જેહનિ એવી રાજલછી તેહનિ. ૩૦ જિનમંદિર સહિ સિં સાત કહી તેહના સુણો અવદાત; ત્રિકાલ પૂજા કરિ જિનમતી નાચ નૈવેદ અનિ આરતી. ૩૧ સંઘતણું કરિ ભગતિ રસાલ આગમ અરચા ઝાકઝમાલ; સુવિહિત સાધુ અછિ તિડાં ઘણું વનવાસિરહિ રલીઆમણ. ૩૨ યુગપ્રધાન યતીસ્વર જાણિ જિનવઠ્ઠભસૂરિ ગુણષાણિક દાની જ્ઞાની બહુ ધનવંત શ્રાવક ન તિહાં વસિસતવંત. ૩૩ વ્રત પાલિ બારિ મનિ કરિ જિનશાસનની સભા કરિ, સંઘપ્રતિષ્ઠા ગુરૂની ભગતિ દિનદિન દીપિ બહુતી યુગતિ. ૩૪ ત્રણસય શિવાલય સહામણા મિથ્યાતી જન માનિ ઘણા વરતિ જીવદયા નિતુમેય આકરા કર ન કરિ નરદેવ. ૩૫ જિનધરમી ચારિ વલી વણર્ણ ન્યાયવંત પૃથિવી આભર્ણ ઈમ અનેક સેલાં મંડાણ કેતા કહીઈ નગર વષાણુ. ઇહાંથી ગાઉ સે ઉપરિ સુવર્ણકાંતિ નગરી સિરિ,