________________
બાવનગજ પ્રતિમા દીપતી ગઢ ગુવાલેરિ સદા સતી ૩૩ સિરિ બુંદીનગર એર ટુંક ટેડા નિ ગઢ અજમેર તિહાં મેટાં જિનહર છિ ઘણાં સેવનકલસે સહમણાં. ૩૪ માલપુરિ નિ સાંગાનેર મેદપાટમાહિ કુંભલમેર, આદિ નયર એ ઉત્તમ કામ ત્રિણકાલ તિહાં કરૂં પ્રણામ. ૩૫ ગેગુંદિ નવપદ્રુવ પાસ નાગેહિ નમી લીલ વિલાસ; એકલિંગ મહાદેવ પ્રાસાદ ગગન સંઘાતિ માડિ વાદ. ૩૬ દેલવાડિ છિ દેવજ ઘણા બહુ જિનમંદિર રલીયામણા; દેઈ ડુંગર તિહાં થાપ્યા સાર શ્રીશત્રુ નિ ગિરનાર નવિ તલાદિ ચામુષ સાર દયાલસાહ મહિતિ સુખકાર; અને પમ કરણ કીધી આજ રાજસિહ રાણા નિ રાજ. ઉદયપુર તે ઉત્તમ કામ શીતલનાથનિ કરૂં પ્રણામ; બહુ જિનમંદિર દીપિ વલી પાસ સુપાસજી ટાલિ અલી. રાણનું તિહાં છાજિ રાજ છત્રપતી હીંદુશિરતાલ, શદીયાશષિ ભૂપાલ ષટદર્શન તે પ્રતિપાળ. સાંડેરાગ૭ના યજમાન દિન દિન દીપિ પુન્યપ્રધાન દાની માની જ્ઞાની ઘણું યશ પ્રતાપ સહિ તેહ તણે. જાઉનિયરિ શાંતિ નિણંદ જસ મુષ દીકિ અતિ આણંદ, સાત ધાતતણું અહિઠાણ પ્રગટિ આજ સદા સપરાણ, રાષભદેવ વાગડ વિખ્યાત મહિમા જેહને જગિ આખ્યાત જવાસિં ડુંગરપુર થઈ જિન ભેટું વંસવાલિ જઈ આદિનયર આહડમંડાણ ધર્મનાથ વંદુ જિણભાણ, પાસ કરડે પૂજું મુદા સાદડીઇ જિન સેહિ સદા. ગઢ ચિડિ દેવ યુગાદિ પાર્શ્વનાથ વંદુ આહાદિ, ષભવંસિ કીરતિધરરાય સકેસલ શિવ પામ્યા ઠાય.