________________
ચદેરીથી સો કેસ કેશાબી બતાવી મઉગામનું નામ આપ્યું નથી. ઉપર્યુક્ત કવિઓ મઉગામમાં મૃગાવતીને કેવલજ્ઞાન થયાનું - આમાં બતાવેલ દુર્ગ અને જમના આ બન્ને ચિહ્નો ઉપયુક્ત કેશાંબીને ઉપયુક્ત થઈ પડે છે. આથી પણ એક વધારે જૂનું પ્રમાણ મળે છે. વિજાપરમાણ્ય-રીલા સંત ના પૃ. ૪૯૫ માં લખ્યું છે –
" अत्रैव भरतक्षत्रे यमुनानदीकूले पूर्वदिग्वधूकण्ठनिवेशितमुक्ताफलकण्ठिकेव कौशाम्बी नाम नगरी।"
આમાં પણ કેશાંબી જમના નદીના કાંઠે બતાવવામાં આવી છે.
આ બધાં પ્રમાણે ઉપરથી એ નિશ્ચય ઉપર આવવું લગારે શંકા ભરેલું નથી કે–અત્યારે જે ગામને કેસમ ઈનામ અને કેસમ ખીરાજ કહેવામાં આવે છે, એજ પ્રાચીન કેશાંબી નગરી છે.
કેશાબાના રાજા ઉદયનને ઉજ્જૈનના રાજા ચંડપ્રદ્યોત ઉજજૈન પકડી ગયેલ; ત્યાંથી છૂટો થઈને ઉદયન રાજા પાછો કેશાંબી આવેલ, આ પ્રસંગના વર્ણનમાં ત્રિશષ્ટિ શલાકાપુરૂષ ચરિત્રાન્તર્ગત મહાવીર ચરિત્ર (૧૦માપર્વ ) ૧૧ મા સર્ગમાં કહેવામાં આવ્યું છે કે
ચોખાનાનાં રાત તથા રાજસ્થ કવિ :” ર૯૮
આમાં ઉજ્જૈનથી કેશાંબી સો જન એટલે ચાર માઈલ હોવાનું જણાવ્યું છે. અત્યારે ટ્રોમેટ્રીકલ સર્વેના નકશામાં ઉજ્જૈનથી આજ કેસમ ચારસો માઈલ થાય છે.
પ્રસિદ્ધ યાત્રી ફાહીયાને કેશાબીનું કેટલુંક વર્ણન કર્યું છે. તેણે પણ આજ કેસમખીરાજ અને કેસમઈનામને કેશાંબી તરીકે બતાવી છે. તેણે ઉપર બતાવેલ પાસાને પણ ઉલ્લેખ કર્યો છે, ફાહિયાને આ કેસમાં કેટલાંક સ્થાન-સ્તૂપ અને ગેલેક્ષીર વિહારને પણ ઉલ્લેખ કર્યો છે. આ સ્થાને બૌદ્ધોનાં બતાવવામાં આવ્યાં છે. વિદ્વાનો મત છે કે–ફાહિયાને આ વર્ણન નજરે જોઈને નથી કર્યું, પરંતુ સારનાથમાં કેટલાક બૌદ્ધ સાધુઓના કથન પ્રમાણે લખ્યું છે.
આવી જ રીતે બીજા પણ અનેક પાશ્ચાત્ય વિદ્વાનોએ આ પ્રાચીન નગરી કેશાંબી સંબંધી ઉહાપોહ કર્યો છે. જો કે તેમાં કેટલાકે રીવાં સ્ટેટમાં રીવાં શહેરથી પૂર્વમાં ૧૨ માઈલ ઉપર આવેલ ગુગ ( Gurgi ) ગામને કેશાંબી તરીકે બતાવ્યું છે, પરંતુ વિદ્વાનોને માટે ભાગ આજ કે મને કેશાંબી તરીકે બતાવ્યું છે અને તેજ વધારે પ્રામાણિક જણાય છે.
[ ]