________________ જીઓનો સાથી. કરતાં કરતા પણ (સુવાવડ સંબંધી અતિ ઉપયોગી ગ્રંથ.) આ પુસ્તક મૂળ એક પ્રસિદ્ધ બંગાળી વિદ્વાન ડૉક્ટરની લેખિનીથી લખાએલું છે, બંગાળીમાં તેની ઉપરા ઉપરી આવૃત્તિઓ નીકળ્યા કરે છે. અને તેનું કારણ પણ સ્પષ્ટ જ છે. ગ્રંથમાં પ્રસૂતી (સુવાવડ) ના સંબંધમાં એવા ઘરગતુ ઉપાય દર્શાવવામાં આવ્યા છે કે જે આ પુસ્તકના વિષયનું આપણી બહેને મનન કરે તે બાળમૃત્યુની સંખ્યા ઘટવાની સાથે રીઓના આરોગ્ય પણ ઘણું સહેલાઈથી સચવાઈ શકે. - આ પુસ્તક લખી મૂળ ગ્રંથકારે હિંદના સાહિત્ય ઉપર, વિશેષ કરીને સ્ત્રીવર્ગ ઉપર, બહુ ભારે ઉપકાર કર્યો છે. એમ વિદ્વાને એકી અવાજે કબુલે છે. આવા એક ગ્રંથરત્નનો લાભ લે કે નહીં તેને આધાર આપણું ભાઈઓ અને બહેન ઉપર છે. ગ્રંથની માત્ર ગણી-ગાંઠી નકલેજ સીલકમાં છે. દરેક પતિએ પિતાની પત્નીને આ પુસ્તક વાંચવાની અથવા વાંચી બતાવવાની તક લેવી જોઈએ. કીંમત રૂા. 1-0-0 લખો - સીસુખ દર્પણ-શ્રાવિકા ઓફીસ. ભાવનગર