________________
છે. એક વિદ્વાન કહે છે કે મનુષ્ય તૈયાર કરતાં પહેલાં આપણે પોતે મનુષ્ય બનવું જોઈએ. અર્થાત આપણું , આચારો-વ્યવહાર અને સંગે જે પશુ જીવનને મળતા હોય તે પછી આપણે ત્યાં દેવાંશી મનુષ્ય ઉત્પન્ન થાય એવી આશા જ કેમ રાખી શકીએ? શિક્ષણ કરતાં ચારિત્ર અનંતગણું વધારે મૂલ્યવાન છે. શિક્ષણ તે હજીએ શાળામાં મળી શકે. પરંતુ ચારિત્ર પ્રાપ્ત કરવાનું સ્થાન તે ગૃહ સિવાય અન્ય ન જ હોઈ શકે. આજે આપણુમાં એવી ફરીયાદ થાય છે કે બાળકોને પુરતું ધર્મ અને ચારિત્રનું શિક્ષણ મળતું નથી, તેથી બાળકોનાં જીવન સુધરતા નથી. આપણે શાળાના શિક્ષકો પાસેથી ચારિત્રની કે ધર્મ સંસ્કારની આશા ન રાખી શકીએ. શિક્ષક ઉપર અલબત્ત ચારિત્ર વિષયક જવાબદારી રહેલી છે, પરંતુ તે સુગ્ય માતાઓના અભાવે જ તેમને હોરી લેવી પડી છે એમ મને કહ્યા વિના નથી ચાલતું. ખરું કહું તે બાળકના ચારિત્ર અને શિક્ષણની ઘણીખરી ! જવાબદારી આપણું ઉપર-માતાઓ ઉપર જ છે.
હ