________________
શાંતનુ—આજે ખરાખર વીસ વર્ષથી સતત્ વિષય ભાગ કરી રહ્યા છું, છતાં શાંતિ નથી વળતી. આજે વીસ વીસ વર્ષ થઈ ગયાં, તે મારા તૃષાતૂર નેત્રાને જુવાનીનું અમૃતપાન કરાવ્યું. છતાં હજી પાત્ર તે અધુરૂં ને અધુરૂંજ રહી ગયુ હાય એમ લાગ્યા કરે છે.
સત્યવતી—મૃત્યુના મુખમાં પ્રવેશ કરવા છતાં, મહારાજ ! તમારી તૃષા હજી નથી મટી? પીઓ! ખુશીથી પીએ! મૃત્યુની છેલ્લી ઘડી સુધી, જેને તમે અમૃતરસ માની બેઠા છે તે અમૃતરસનું પાન કર્યો કરા! જીવા ત્યાં સુધી પાન કરા, પિયુ ?
શાંતનુ—હું કયાં સુધી જીવતા રહી શકવાના હતા ? જીવન રૂપી નિસરણી ઉપરથી રાજ નીચેને નીચેજ ગમડતા જઉં છું. મારા મૃત્યુના સમય છેક નજીક આવી પહોંચ્યા છે એમ હું પાતે સમજી ચુકયા છું. તથાપિ વિષયની આગ નથી શ્રૃઝાતી. શું કરૂ? કાંઇ માર્ગ પણ નથી સૂઝતા, સત્યવતી—જ્યાં સુધી જીવતા રહેા, ત્યાં સુધી રસપાન કર્યો કરા–સુખથી આનંદથી પાન કર્યો કરી. શાંતનુ—સુખથી ? આનંદથી ? નહીં, પ્રિયે! તારા સૌંદર્ય માં અમૃત કરતાં વિષ વધારે જણાય છે.
૩૪