________________
""
જ્યારે મન-વચન-કાયાથી પવિત્ર મની મારી પાસે આવા ત્યારેજ તમને મારી નજીક બેસવાના અધિ કાર મળી શકે, છતાં જો ભયથી કે દબાણથી મને વશીભૂત કરવાના તમારા તરફથી પ્રયત્ન થશે તે હું આજ ક્ષણે વિષપાન કરી સંસારના ત્યાગ કરી જઈશ. આજના જમાનામાં કોઇ સ્ત્રી કે પુરૂષ પાતાના પતિ કે પત્નીને આવા ધર્મના ઉપદેશ આપી શકશે ? હિંદના એવાજ એક બીજો નાટયકાર, રાજા શાંતનુ-કે જે વિષય-વિલાસમાં છેક અંધ બની ગયા હતા તેને ઉદ્દેશીને મત્સ્યગંધા અથત્રા સત્યવતી પાસે જે અસરકારક શબ્દો કહેવડાવે છે તે પણુ સ્મરણમાં રાખવા જેવા છે.
મહાભારતમાં આવતું ભિષ્મપિતામહનું નામ તે તેં સાંભળ્યુ હશે. ભિષ્મના પિતા રાજા શાંતનુ એક મચ્છીમારની કન્યા ઉપર કામવાસનાથી માહિત થઈ ગયા હતા અને એટલા ખાતર ભિષ્મપિતામહુને જીવન પ``ત બ્રહ્મચર્ય પાળવું પડયું હતું; આ વાત તે અત્યાર પૂર્વે અનેકવાર સાંભળી હશે. શાંતનુ રાજા જ્યારે વીસ-વીસ વર્ષ સુધી વિષયરૂપી ઝેરનું પાન કરવા છતાં તૃપ્ત નથી થતા ત્યારે તેમની રાણી-મત્સ્યગ ંધા તેમને કેવા ઉગ્ર શબ્દોથી સાવચેત બનાવે છે તેના કંઇક ખ્યાલ નીચેના વાર્તાલાપ ઉપરથી આવી શકશે:--
કર