________________
કીર્તિ ઉપરથી જોઇ શકયા છું. હું મ્હારા ગર્વને માટે અંતઃકરણથી દીલગીર છું; પરન્તુ હજી તારે એક કામ કરવાનું છે. ગૃહને જેમ તે અત્યારે નર્ક જેવું ચિતરી અતાવ્યું અને લેાકેાના મન ઉપર ઠંસાવી દીધું તેમ હવે આપણા ગૃહને સ્વર્ગ જેવું બતાવી શકે તા મારા મનને સતેષ થાય. ” સ્ત્રીએ કહ્યું. એ પણ અમારે મન તા એક રમત વાત છે–અમારા જ હાથના ખેલ માત્ર છે.” થાડા દિવસેા પસાર થયા. પુનઃ કેટલાક મહેમાના અને દાસ્તાને આમ ત્રવામાં આવ્યા.
-
આ વખતે ગૃહદેવીએ એવી કુશળતાથી સર્વ સામગ્રી તૈયાર કરી, એવી ખુખીથી છેકરાઓને શણગાર્યા, એવા સ્નેહથી છેાકરાઓને વિવેક-વિનય આદિમાં નિપૂર્ણ બનાવી દીધાં કે જ્યારે મહેમાનાએ એ માળકાના પહેરવેશ–તેમની માલીચાલી અને તેમના વિનય-વિવેક જોયા, ત્યારે તેમને મનમાં એમજ થઇ આવ્યું કે સંસારમાં જો ખરૂં સ્વર્ગ કાંઇ હાય તા તે અહીંઆજ છે ! ધન્ય છે આ શેઠને ! જેમને આવી સુઘડ અને સુશીક્ષિત સન્નારી પૂર્વના પુણ્ય પ્રભાવે મળી હોય તેમને ખરેખર ધન્ય છે ! સૈા મિત્રા શેઠ શેઠાણીની પ્રશંસા કરતા યથા સમયે વિદાય થયા.
સખી! કહેવાનું તાત્પર્ય એટલુજ છે કે ગૃહની રચનાના-શૃંખલાના-વ્યવસ્થાના સર્વ આધાર આપણી ઉપર જ રહેલા છે. આ તે એક સ્થળ દ્રષ્ટાંત
૨૩