________________
એક માત્ર સંપૂર્ણ અધિકાર છે. નારીજાતિની શક્તિનું આટલુ' સક્ષિપ્ત વિવરણ સફાઈની ખાતરી કરાવી આપશે કે સ્ત્રીઓનુ કન્યક્ષેત્ર અને તેમની જવાબદારી કાંઇ જેવાં તેવાં નથી.
""
તમે અને હું ગૃહરાજ્યની રાજરાણી છીએ. જો કે આ વાત મીજી કાઈ પરદેશી ખાઈ સાંભળે અને એ કથનને આપણા નિત્યના જીવનની સાથે સરખાવે તે આપણી મશ્કરી જ કરે. પરન્તુ આ પત્રાવલીમાં એ વાત લખવામાં કાંઈ હરકત નથી. આ રાજ-રાણીએની–ગૃહની અધિષ્ઠાત્રી દેવીએની-જગત્માતાઓની આજે શી સ્થિતિ છે, તેની તુલના કરવાની આપણી કેટલી šનાને ઇચ્છા સરખી પણ થતી હશે ? ગૃહની રાજરાણીએ આજે દાસીએ જેવી જ શું નથી મની ગઈ ? સમાજની અધિષ્ઠાત્રી દેવીએ આજે શું સમાજના જ કુરીવાજો અને કુરીતિના જુલમ નીચે નથી ચગદાઈ ગઈ ? આટલું છતાં આપણને આપણી અત્યારની સ્થિતિ લેશ પણુ કંટાળાભરી લાગતી નથી. કારણકે આપણે એમજ માની બેઠા છીએ કે આપણુને જે રાજરાણી કે અધિષ્ઠાત્રીની પદવીએ આપવામાં આવી છે તે માત્ર વાણી દ્વારા આપણું મન રજન કરવા માટે જ છે. આમ મનાય એ આત્મવિસ્મૃતિનુ એક અનિવાર્યું પરિણામ છે. ખરૂં પૂછે તેા સ્ત્રીઓની સત્તા ગૃહુરાજ્યમાં અખાધિત-અપરિમિત છે, પછી
૧૫