________________
( તેને સદુપયોગ કરતાં ન આવડે છે તે જૂદી વાત છે છે, પરંતુ સ્ત્રીઓને કુદરતી રીતે જ એ સત્તા પ્રાપ્ત છે
એની તે ના નહીં જ કહી શકાય. ન્હાના ન્હાનાં ગૃહે મળીને સમાજ રચાય છે. જે ગૃહિણી માત્ર ગ્રહને સુધારવાનું-સમુન્નત બનાવવાનું મનમાં લે તે સમાજના કુરીવાજે ઘડીના છઠ્ઠા ભાગમાં અદશ્ય થઈ જાય અને સમાજનાં સ્ત્રી-પુરૂષ પ્રત્યક્ષ સ્વર્ગ જેટલું સુખ ભેગવવા ભાગ્યશાળી થઈ શકે. પુરૂષે કિંવા સમાજસુધારકે ઘણીવાર કહે છે કે સમાજના ઘણા અનર્થો અને અનાચારનું મૂળ સ્ત્રીઓની અજ્ઞાનતા અને હેમે જ હોય છે. તેમને આ આક્ષેપ તદન અઈરહિત નથી. કદાચ પેટે હોય તે પણ એ આક્ષેપ ગ્રહની રાણીઓને શિરે કેટલી જવાબદારીઓ રહેલી છે તેનું બહુ ફુટ રીતે સૂચન તે કરે છે જ. રાજ્ય ચલાવવાં એ કાંઈ સહેલાં નથી. તેમાં પણ ગૃહરાજ્ય ચલાવવાં એ તે એથીએ દુર્લભ છે, એ તે ભુકતભેગીએ જ સમજી શકે એમ છે. રાજાને જેવી રીતે ? દુષ્ટનું દમન, શીટેનું સન્માન, શાંતિનું સંરક્ષણ તથા આવક–ખર્ચની દેખરેખ રાખવાની હોય છે તેવી જ રીતે સ્ત્રીઓને પણ ગૃહમાં દુરાચારનું દમન, સદાચારનું સંમાન, શાંતિનું સંરક્ષણ તથા ખર્ચની વ્યવસ્થા રાખવાની હોય છે.
આપણું રાજ્ય સ્નેહનું રાજ્ય છે, પ્રીતિનું