________________
એક સ્થળે કહે છે કે—“ ગૃહ, સમાજ, જાતિ અને સમગ્ર માનવસમાજમાં નારીના અધિકાર એક સરખી રીતે વ્યાપ્ત થઇ રહ્યા છે. નારીજ ગૃહને સ્વર્ગ અથવા નવું રૂપ આપી શકે છે. સ્ત્રીઓજ વસ્તુત: લક્ષ્મીસ્વરૂપ છે, સ્ત્રીઓજ ગૃહની અધિષ્ઠાત્રી દેવીએ છે. લક્ષ્મીના બે સ્વરૂપ કલ્પવામાં આવ્યાં છે. (૧) શ્રી અને (૨) કલ્યાણુ. તેમાં એક સુંદર અને ખીજું” સત્–અર્થાત્ દૈહિક અને નૈતિક ઉન્નતિ. ગૃહને સુંદર, સ્વચ્છ અને વ્યવસ્થિત મનાવવાનું કામ નારીજાતિનુ જ છે. સમાજમાં નારીના અધિકાર સ શક્તિમાન રૂપે સર્વત્ર ફેલાયેલે જોઇ શકીએ છીએ. ગૃહ અને સમાજમાં એક સ્ત્રી જેટલું અને જેવું કાર્ય કરી શકે, તેવું અને તેટલુ પુરૂષોથી કદાપિ નજ થઈ શકે. કહેવું પડશે કે નારીના કર્તવ્યનું માપ કહાડવું અશકય છે. મનુષ્યેાના સમુહથી એક જાતિ તૈયાર થાય છે, અને મનુષ્યેાની માતા પણ નારીજ છે એમ કહેવામાં હરકત નથી. માતાના શિક્ષણની છાપજ સમષ્ટિના અંતરમાં સદાને માટે જળવાઇ રહે છે. ટુકામાં, સમાજને ઉત્પન્ન કરનાર અને પાષણ આપનાર જો કાઇ હાય તા તે સ્ત્રીએજ છે, પુરૂષા નહીં. સમગ્ર માનવસમાજમાં સ્ત્રીએ સ્નેહ, દયા, આતિથ્ય અને પરોપકારના અમૃત પ્રવાહ વહેવડાવી શકે છે. મનુષ્યેાની કામળ વૃત્તિઓ ઉપર તેમનાજ
૧૪