________________
ઉછીના પ્રકાશની જરૂર નથી. ગાગી -મૈત્રેયી અને રાજપૂત વીરાંગનાઓના ચારિત્ર્યબળના પ્રકાશ ઝીલી શકીએ તા પણ ખસ છે.
ગૃહરાજ્ય. (૨)
સખી ! મેં આ પત્રમાં ગૃહરાજ્ય વિષે આલવાનું ગયા પત્રમાં વચન આપ્યુ હતુ. તે વખતે મે જે કાંઇ કહેવાના વિચાર કરી રાખ્યા હતા તે હું હુંવે ખરાખર રીતે કહી શકીશ કે નહીં તેની શકા છે; કારણ કે આપણી શક્તિ અને સત્તા સંબધી વિચારે તે વખતે મારી દ્રષ્ટિ આગળ સીનેમેટાગ્રાફની ડ્રીમ માક એવા તા ઉપરાઉપરી પસાર થઇ રહ્યા હતા કે આ બધા વિચારા હું મારી સખીને કેવી રીતે સમજાવી શકીશ તેનીજ ભાંજગડ કર્યો ' કરતી હતી. એટલામાં સખી સરળાની એક જવાળાએ અકસ્માત મારૂં ધ્યાન ખેંચ્યું અને મને લાગ્યું કે હું મારા જે વિચારી એક આખા ગ્રંથમાં ન બતાવી શકત તે આ માત્ર દસ-પનર લીંટીની અંદર કેવા સુંદર ભાવથી રજી થઇ શકયા છે! તને તે વિચારે જાણવાની સ્વાભાવિક રીતેજ ઉત્કંઠા થઇ હશે, વધારે વિલંબ નહીં કરતાં તેજ રહસ્યમય પંક્તિઓ હું તારી પાસે રજુ કરીશ. પ્રસિદ્ધ વિદુષી સખી સરળા
૧૩