________________
સપ્તતિકા ટીકાનુવાદ થાય છે. સઘળા મળી ત્રણે બંધસ્થાનના સત્તર ભંગ થાય છે. તેના બાંધનાર સંખ્યાત વર્ષના આયુવાળા મિથ્યાષ્ટિ મનુષ્ય-તિય સમજવા.
આ પ્રમાણે તેઈન્દ્રય અને ચઉરિદ્રિય ગ્ય બંધ કરતા મિથ્યાષ્ટિ મનુષ્ય તિયાને પણ પૂર્વે કહેવા માંગ સાથે ત્રણ બંધસ્થાનકે કહેવાં. માત્ર તેઈન્દ્રિય સંબંધે કહેતાં તેઈન્દ્રિય જાતિ, અને ચઉરિન્દ્રિય સંબંધે કહેતાં ચઉરિન્દ્રિય જાતિ કહેવી. ભાંગા દરેકને સત્તર-સત્તર કહેવા. આ પ્રમાણે વિકસેન્દ્રિયના એકાવન ભંગ થાય છે.
તિર્યંચ પંચેન્દ્રિયને યોગ્ય ત્રણ બંધસ્થાને છે. તે આ પ્રમાણે-પચ્ચીશ, એગણત્રીશ અને ત્રીશ તેમાં અપર્યાપ્ત બેઈન્દ્રિય ગ્ય બંધ કરતાં જે પચ્ચીશ પ્રકૃતિઓ કહી, તે જ પચ્ચીસ પ્રકૃતિઓ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ 5 બંધ કરતાં પણ કહેવી. માત્ર બેઈન્દ્રિય જાતિના સ્થાને પંચેન્દ્રિય જાતિ કહેવી. પરાવર્તમાન સઘળી અશુભ પ્રકૃતિઓ જ બંધાતી હેવાથી અહિં પણ એક જ ભંગ થાય છે. આ અપર્યાપ્ત ચોગ્ય પચીસના બંધક તિર્યંચ અને મનુષ્ય છે.
પરાઘાત, ઉચ્છવાસ, દુઃસ્વર, અને અપ્રશસ્ત વિહાગતિ એ ચાર પ્રકૃતિ પૂર્વોક્ત પચીસમાં મેળવતાં એગણત્રીશ પ્રકૃતિ થાય છે. અને તે પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય યંગ્ય બંધ કરતા મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકીઓને સમજવી. માત્ર દેવે અને નારકીઓ ગર્ભ જ તિર્યંચ ગ્ય જ ૨૯ ને બંધ કરે, પરંતુ સંમૂર્ણિમ ગ્ય બંધ કરે નહિ, એમ સમજવું.
હવે અહિં પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય ગ્ય બંધની શરૂઆત કરતા “fજલિપ સુપર એટલે પંચેન્દ્રિય ચેય બંધ કરતાં સુવરાદિને પણ બંધ થાય છે' આવું શાસ્ત્રીય વચન લેવાથી સુસ્વર, સુભગ, આદેય, પ્રશતવિહાગતિ, આ પાંચ સંસ્થાન આ પાંચ સંઘયણ એમ ચૌદ અન્ય પ્રકૃતિએ પણ બંધ આશ્રય સંભવે છે. અને તે દુવરાદિના પ્રતિપક્ષરૂપ છે, માટે દુઃસ્વર, દુર્લગ અને અનાયના સ્થાને સુસ્વર, સુભગ અને આદેયને, અપ્રશસ્તવિહાગતિના સ્થાને પ્રશસ્તવિહાગતિને, હેંડસંસ્થાનના સ્થાને ક્રમશઃ પાંચ સંસ્થાનને, છેવટૂકા સંઘયણના સ્થાને ક્રમશઃ પાંચ સંઘયણને, વિકલ્પ દાખલ કરવાં જોઈએ. આ પ્રમાણે કરતાં એગણત્રીશ પ્રકૃતિને આ પ્રમાણે કહેવી જોઈએ
–તિર્યંચગતિ, તિર્યંચાનુપૂથ્વી, પંચેન્દ્રિય જાતિ, દારિક શરીર, ઔદારિક અંગોપાંગ, તેજસ-કાશ્મણ શરીરનામ, છ સંસ્થાનમાંથી એક, છ સંઘયણમાંથી એક, વર્ણાદિ ચાર, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત. ઉચ્છવાસ, પ્રશસ્ત-અપ્રશસ્ત વિહાગતિમાંથી એક વ્યસ. બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિરાસ્થિરમાંથી એક, શુભાશુભમાંથી એક, સુભગ-દુર્ભાગમાંથી એક સુસ્વર-દુરવારમાંથી એક, આદેય-અનાદેયમાંથી એક, યશકીર્તિ-અપયશકીર્તિમાંથી એક, અને નિર્માણ. સંઘયણ-સંસ્થાનાદિ વિકલ્પ મળનારી પ્રકૃતિઓને ફેરવતાં ૪૬૦૮