________________
સપ્તતિક ટીકાનુવાદ ગણેલી હેવાથી સંખ્યા વધારે જણાય છે, તે કાઢી નાખીએ તે સંખ્યા બરાબર થશે. પર-પ૩૫૪. ( આ પ્રમાણે પર્યાપ્ત, અપર્યાપ્ત, સ્થાવર અને ત્રણ યોગ્ય બંધ કરતાં જેટલી પ્રકૃતિએ સંભવે છે, તેટલી જણાવી. હવે સરવાળે નામકર્મનાં જેટલાં બંધ સ્થાનકે સંભવે છે, તેટલાનું નિરૂપણ કરતા આ ગાથા કહે છે–
तेवीसा पणुवीसा छब्बीसा अट्ठवीस गुणतीसा । તીતિ નો ધંધદાળ નાટ્ટ પપ .
त्रयोविंशतिः पञ्चविंशतिः षड्विंशतिरष्टाविंशति रेकोनत्रिंशत् । । त्रिंशदेकत्रिंशदेका बन्धस्थानानि नाम्नोऽष्टौ ॥ ५५ ॥ અર્થ–ત્રેવીસ, પચીસ, છવ્વીસ, અઠવસ, એગણત્રીસ, ગ્રીસ, એકત્રીસ, અને એક આ પ્રમાણે નામકર્મનાં આઠ બંધસ્થાનકે છે.
ટીકાનું એક સાથે જેટલી પ્રકૃતિ બંધાય તેનું નામ બંધસ્થાન કહેવાય છે, અને તે ગાથાના અર્થમાં જે પ્રમાણે કાં તે પ્રમાણે આઠ થાય છે, તેમાંથી કઈ ગતિ યોગ્ય બંધ કરતાં કેટલાં બંધાય અને કઈ ગતિમાં કેટલાં બંધાય તે હવે પછી વિસ્તારપૂર્વક કહેશે. ૫૫
હવે મનુષ્યાદિ ગતિમાં વર્તમાન આત્મા ઉપરોક્ત બંધસ્થાનકમાંથી જેટલાં બંધ સ્થાનકે બાંધે, તેનું નિરૂપણ આ ગાળામાં કરે છે –
मणुयगईए सव्वे तिरियगईए य छ आइमा बंधा । नरए गुणतीस तीसा पंचछवीसा य देवेसु ॥ ५६ ॥
मनुजगतौ सर्वे तिर्यग्गतौ च षडादिमान् बन्धान् ।
नरके एकोनत्रिंशत् त्रिंशत् पश्च षविंशतिश्च देवेषु ॥ ५६ ॥ અર્થમનુષ્યગતિમાં સઘળાં બંધસ્થાનકે, તિર્યંચગતિમાં આદિનાં છે,નરકમાં એગત્રીશ અને ત્રીશ, તથા દેવગતિમાં પચીશ, છવ્વીસ અને ચકારથી ઓગણત્રીશ અને ત્રીશ એ પ્રમાણે બંધસ્થાનકો હેય છે.
ટીકાનુ–મનુષ્યગતિમાં વર્તમાન આત્મા યથાયોગ્ય રીતે નામકર્મનાં સઘળાં બંધસ્થાનકો બાંધે છે. કારણ કે મનુષ્ય સઘળી ગતિમાં ઉત્પન્ન થાય છે. તેમાં એકેન્દ્રિય ગ્ય ત્રેવીસ, પચીસ અને છવીસ એમ ત્રણ બંધસ્થાનક બાંધે છે. વિકલેન્દ્રિય ગ્ય પચીસ