SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ પંચસંગ્રહ વતીયખંડ बंधइ तित्थनिमित्ता मणुउरलदुरिसभदेवजोगाओ । नो सुहुमतिगेण जसं नो अजसऽथिराऽसुभाहारे ॥ ५० ॥ बध्नाति तीर्थनिमित्ता मनुजोरलद्विकर्षभदेवयोग्याः। न सूक्ष्मत्रिकेण यशः नायशोऽस्थिराशुभा आहारे ॥ ५० ॥ અર્થ દેવગતિમાં તીર્થકર નિમિત્તે મનુજાહિક, ઔદારિક દ્રિક, પ્રથમ સંઘયણ અને (શેષ) દેવગતિ એગ્ય પ્રકૃતિએ બાંધે છે. સૂક્ષ્મત્રિક સાથે યશકીતિ બાંધતે નથી, અને આહારકને બંધ થાય ત્યારે અપયશકીર્તિ, અસ્થિર અને અશુભ બાંધો નથી. ટીકાનુડ–દેવગતિમાં રહેલે આત્મા જ્યારે તીર્થકર નામકર્મ બાંધે ત્યારે તીર્થંકર નામકર્મ સાથે મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્શ્વિ, ઔદ્યારિક શરીર, દારિક અંશેપાંગ, વાઋષભનારાચસંઘયણ એ પાંચ પ્રકૃતિઓ, તથા દેવદ્ધિક વૈક્રિયહિક, અને આહારદ્ધિ સિવાય બાકીની પૂર્વની ગાથામાં કહેલી દેવગતિયોગ્ય સત્તાવીશ પ્રકૃતિએ સવળી મળી બત્રીસ પ્રવૃતિઓ બાંધે છે. (એ પ્રમાણે નરકગતિમાં તીર્થંકર નામકર્મ બાંધે ત્યારે પણ ઉપરોક્ત બત્રીશ પ્રકૃતિઓ બાંધે છે. કેમકે દેવો અને નારકીઓને તીર્થકર નામને બંધ થે ગુણસ્થાનકે જ થાય છે. ત્યાં ઉપરોક્ત પ્રકૃતિએને બંધ થાય છે.) તથા સૂમ, સાધારણ અને અપર્યાપ્ત નામકર્મ સાથે યશકીર્તિ નામ બાંધતે નથી કે ઉદયદ્વારા ભગવતે નથી. તથા આહારદ્ધિકને જ્યારે બંધ થતું હોય કે તે જ્યારે ઉદયમાં હોય ત્યારે અપયશકીર્તિ, અસ્થિર અને અશુભરૂપ ત્રણે પ્રકૃતિએને બંધ થતું નથી તેમજ તે ઉદયમાં પણ આવતી નથી. ૫૦ હવે બંધ આશ્રય નરકગતિની સહચારિણી પ્રકૃતિએ બતાવે છે– अपज्जत्तगबन्धं दूसरपरघायसासपज्जतं । तसअपसत्थाखगई वेउव्वं नरयगइहेऊ ॥ ५१ ॥ अपर्याप्तकबन्धो दुःस्वरपराधातोच्छ्वासपर्याप्तानि । त्रसाप्रशस्तखगती वैक्रियं नरकगति तुः ॥ ५१ ॥ અર્થ—અપર્યાપ્ત બંધ, દુવર, પરાઘાત, ઉચ્છવાસ, પર્યાપ્તનામ, વ્યસ, અપ્રશસ્તવિહાગતિ અને વંક્રિયદ્ધિક એ નરકગતિના હેતુભૂત પ્રકૃતિઓ છે.
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy