________________
Ye
સપ્તતિકા ટીકાનુવાદ
અર્થ–પાંચ આદિના બંધકને એકવીશ, અઠ્ઠાવીશ, અને ચાવીશ એ ત્રણ અને અબંધકને એક અને ચકારથી એકવીશ, અઠ્ઠાવીશ અને વીશ એ ત્રણ, કુલ ચાર સત્તાસ્થાન હોય છે. પાંચના બંધક ક્ષેપકને તેર, બાર અને અગીયાર એ ત્રણ સત્તાસ્થાને પણ હોય છે. ચાર આદિ પ્રકૃતિના બંધકને બંધની અપેક્ષા એ એક પ્રકૃતિ વડે અધિક સત્તાસ્થાન હોય છે. કારણ કે બંધ અને ઉદયને વિરામ થયા પછી સત્તાગત કર્મ અન્યત્ર સંક્રમે છે.
ટકાનુ––પાંચ, ચાર, ત્રણ, બે અને એકના બંધક બાદરભંપરાય ગુણસ્થાનકે અને અખંધક સૂમસં૫રાય તથા ઉપશાંત મોગુણસ્થાનકે એકવીશ, વીશ અને અઢાવીશ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાને હોય છે. તેમાં એકવીશનું સત્તાસ્થાન ક્ષાયિક સમ્યગ્દષ્ટિને, અનંતાનુબંધિના વિસંજક ઔપથમિક સમ્યગ્દષ્ટિને વીશ અને સપ્તકના ઉપશામક ઔપશમિક સમ્યગ્દષ્ટિને અઢાવીસનું સત્તાસ્થાન હોય છે. ઉપરોક્ત સઘળાં સત્તાસ્થાનકે યથાસંભવ બેના ઉદયે, એકના ઉદયે અને અનુદયે ઉપશમણિમાં હોય છે. તેમાં ઉપશમશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે પાંચના બધે–એના ઉદયે, ચારના બંધે-એકના ઉદયે, ત્રણના બંધ -એકના ઉદયે, બના બંધએકના ઉદયે અને એકના બંધ-એકના ઉદયે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને એકવીસનું અને પશમિક સમ્યગ્દષ્ટિને અાવીસ અને વીસનું સત્તાસ્થાન હોય છે. તથા અબંધક સૂમસંપરા ગુણસ્થાનકે એકના ઉદયે ક્ષાધિકસમ્યગ્દષ્ટિને એકવીસ અને
પશમિક સમ્યગ્દષ્ટિને અડાવીશ અને વીસ એમ બે સત્તાસ્થાને હોય છે. આ ઉપશાંતમૂહગુણસ્થાનકે મેહનીયકર્મની કોઈપણ પ્રકૃતિને બંધ કે ઉદય હેતું નથી, પરંતુ ક્ષાયિકસમ્યગ્દષ્ટિને એકવીશ અને ઔપશામક સમ્યગ્દષ્ટિને અડાવીસ અને વીશ એમ ત્રણ સત્તાસ્થાને હોય છે.
સૂમસં૫રાયગુણસ્થાનકે ઉપશમશ્રેણિમાંનાં ઉપરોક્ત ત્રણ સત્તાસ્થાને ઉપરાંત ક્ષપકશ્રેણિનું એક પ્રકૃત્યાત્મક ચોથું સત્તાસ્થાન પણ હોય છે.
ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયેલાને અનિવૃત્તિ બાદરભંપરાય ગુણસ્થાનકે જે સત્તાસ્થાનકે હોય તે બતાવે છે–પાંચના બંધે અને એના ઉદયે આઠ કષાયોને ક્ષય ન કર્યો હોય ત્યાં સુધી એકવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. આઠ કલાને ક્ષય કર્યા બાદ તેનું સત્તાસ્થાન, ત્યારપછી નપુંસવેદના ક્ષચે બારનું, અને સ્ત્રીવેદના ક્ષયે અગીઆરનું સત્તાસ્થાન હોય છે. * ૧ કઈ આચાર્ય મહારાજ પુરૂષને અંધવિચ્છેદ થયા બાદ ચારના બધે પણ બેને ઉદય માને છે. તેમના મતે ચારતા બંધ-૨ના ઉદયે પણ પાંચ ના બધે-બેના ઉદયે જે સત્તાસ્થાને કહ્યાં તે સમજવાં.
પાંડના બધે અને એના ઉદયે ઉપશમ અને હપક બને શ્રેણિમાંનાં સત્તારથ નો સરવાળા કરીએ તો એકવીસ તેર બાર અને અગીઆર એ ચાર લપકશ્રેણિમાંનાં અને એકવીશ અાવીશ અને
વીસ એ ત્રણ ઉપશમ શ્રેણિમાંનાં કલ સાત, પરંતુ એકવીસનું સત્તાસ્થાન બંને કોણિમાં આવતું હોવાથી , તેને એક ગણના છ સત્તાસ્થાને થાય છે. એમ અન્ય બંધસ્થાનકે પણ સરવાળે કરી લે.