________________
સપ્તતિકા ટીકાનુવાદ
સંખ્યાત વર્ષાયુ તિર્યંચને ઔપશર્મિક સમ્યકત્વ છતાં દેશવિરતિ ગુણ સ્થાન કઈ રીતે હેય? તે કહે છે. અંતરકરણમાં વર્તમાન કોઈ ઔપશમિક સમ્યગ્દષ્ટિ આત્મા દેશવિરતિ પણ પ્રાપ્ત કરે છે. કોઈ મનુષ્ય હોય તે સર્વવિરતિ પણ પ્રાપ્ત કરે છે. (પહેલે ગુણસ્થાનકે ત્રણ કરણ કરી કઈ ચેથા ગુણસ્થાનકે, કોઈ દેશવિરતિ ગુણસ્થાનકે અને કોઈ સર્વવિરતિ ગુણસ્થાનકે જાય છે , આ રીતે કોઈ વિશિષ્ટ પરિણામવાળે તિર્યંચ ઔપશમિક સમ્યકત્વ સાથે દેશવિરતિ પ્રાપ્ત કરે તેને દેશવિરતિ ગુણસ્થાનકે ઓપશમિક સમ્યકત્વ હોય છે, અને ત્યારે તેને માત્ર એક અડાવી નું જ સત્તાસ્થાન હોય છે. શતકની બૃહશૂર્ણિમાં કહ્યું છે કે –“અંતરકરણમાં સ્થિત કઈ ઔપશમિક સમ્યગ્દડિટ દેશવિરતિ પ્રાપ્ત કરે છે. કેઈ પ્રમત્ત અને અપ્રમત્ત ભાવને પણ પ્રાપ્ત કરે છે. પરંતુ કેઈ સાસ્વાદન ભાવ પ્રાપ્ત કરતું નથી.” તથા વેદક સમ્યગ્દષ્ટિને અડ્રાવીશ અને ગ્રેવીસ એમ બે સત્તાસ્થાન હોય છે. તેમાં વીસનું સત્તાસ્થાન અનંતાનુબંધિની વિ ચેજના કર્યા પછી હોય છે. ચારે ગતિના સંજ્ઞિ પંચેન્દ્રિય લાપશમિક સમ્યગ્દષ્ટિ અનંતાનુબંધિની વિસજના કરી શકે છે. બાકીનાં ત્રેવીસ આદિ સત્તાસ્થાને તિયાને હેતાં નથી. ત્રેવીસ આદિ સત્તાનાં સ્થાનકે ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન કરતાં સંભવે છે, તિય ક્ષાર્થિક સમ્યકત્વ ઉત્પન જ કરતા નથી, પરંતુ મનુષ્ય જ ઉત્પન્ન કરે છે.
- અહિં કેઈએમ શંકા કરે કે કોઈ મનુષ્ય ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરી તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય તે તે વખતે તિરાને પણ એકવીશ પ્રકૃતિનું સત્તાસ્થાન સંભવે છે. તે પછી એમ કેમ કહો છો કે શેષ સઘળાં સત્તાસ્થાને તિર્યંચ ગતિમાં સંભવતાં નથી? શંકાનું સમાધાન કરતાં શાસ્ત્રકાર મહારાજ કહે છે કે-આ તમારી શંકા અગ્ય છે. કારણ કે ક્ષયિક સમ્યગ્દડિટ સંખ્યાત વર્ષના યુવાળા તિર્યમાં ઉત્પન્ન થતા નથી પરંતુ અસંખ્યાત વર્ષના યુવાળા તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વર્ષના આયુવાળા યુગલિયા હેવાથી તેને દેશવિરતિ ગુણસ્થાનક જ હેતું નથી. અને અહિંતે દેશવિરતિનાં સત્તાસ્થાનકોને વિચાર થાય છે. માટે દેશવિરતિ તિર્યમાં ત્રેવીસ આદિ કઈ સત્તાસ્થાનકે હતાં નથી એમ કહ્યું છે. સપ્તતિકા ચૂર્ણિમાં
૧. પાંચમે ગુણસ્થાનકે સંખ્યાત વરસના આયુવાળા તિયચે. જ હોય છે. તેઓ ક્ષાયિક સમ્યક વ ઉત્પન કરતા નથી, અગર તે ક્ષાયિક સમ્યકવી તેમાં ઉત્પન્ન થતા નથી. એટલે સંખ્યાત વિષય તિર્યમાં ક્ષાવિક સમ્યકત્વ હતું જ નથી. તેમજ કોઈ શ્રેણિ પર આરૂઢ થતા નહિ હોવાથી ઉપશમ શ્રેણિન ઉપશમ સમ્યકત્વ પણ હોતું નથી. માત્ર અનાદિ મિયવી પહેલ ગુણસ્થાનકે ત્રણ કરણ કરી જે પ્રાપ્ત કરે તે ઉપશમ સમ્યકત્વ અને પશમિક સમ્યકત્વ હોય છે.