________________
૩૯૧
પ્રશ્નોત્તરી
ઉત્તર–અહીં ભાવેદની અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરેપમ પ્રમાણુ બતાવેલ છે. અને પંચસંગ્રહમાં દ્રવ્યવેદની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્વકાસ્થિતિ બતાવેલ છે. માટે કોઈ વિરોધ નથી. જોકે શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે છતે જ પુરૂષાકૃતિ રૂપ પુરુષવેદ હોય છે. પરંતુ શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી પુરુષાકૃતિ રૂપ પુરૂષદ હેતે નથી. છતાં ભાવી નગમ નયની અપેક્ષાએ વિગ્રહગતિમાં અને શરીર પર્યામિ પૂર્ણ ન થાય ત્યાં સુધી પણ દ્રવ્યથી પુરુષવેદ માનેલ હોય એમ લાગે છે.
પ્રશ્ન-પ૩ તમોએ પ્રશ્ન ૩૫ માં વેયક અને અનુત્તર દેવોને ઉત્તર ઐકિય શરીર ન હોવાથી ૨૧ આદિ ૫ ઉદયસ્થાને અને ૪૦ ઉદયભાંગ બતાવેલ છે. પરંતુ દેવગતિમાં દૌર્ભાગ્ય આદિ પ્રવૃતિઓને ઉદય કિબીપીયા વગેરે હલકા દેને જ હોય એમ કેટલાક ઠેકાણે બતાવેલ છે. તે આવા ઉચ્ચ કેટીના દેને દૌભગ્ય આદિને ઉદય કેવી રીતે હોય?
ઉત્તર :- આવા સ્પષ્ટ અક્ષરે અમુક ગ્રંથમાં જ મળે છે. પરંતુ સર્વત્ર મળતા નથી. માટે જ ૪૦ ભાંગા બતાવેલ છે, પરંતુ દૌર્ભાગ્યાદિક અશુભ પ્રકૃતિ ઉદયમાં ન જ હોય તે પાંચે ઉદયસ્થાનમાં ૧-૧, એમ આ દેને ૫ જ ઉદયભાંગી હોય એમ માનવામાં પણ કોઈ વિરોધ નથી.