________________
૩૮૮
પંચસંગ્રહ તૃતીયખંડ ૩૦નું એમ ૨ ઉદયસ્થાને બતાવેલ છે. અને ઉત્તર ક્રિય શરીર મનુષ્ય-તિર્યંચને પણ તેવા સંકિલષ્ટ પરિણામ ન હોવાથી તેઓ પણ નરક પ્રાયોગ્ય ૨૮ને બંધ કરતા નથી. માટે દેવ પ્રાગ્ય ૨૮ના બંધની જેમ નરક પ્રાગ્ય ૨૮ના બંધે વક્રિય મનુષ્ય-તિર્યંચનાં ઉદયસ્થાને પણ આવતાં નથી. એમ તમેએ સારસંગ્રહમાં લખેલ છે. પરંતુ પંચ સંગ્રહ તૃતીયદ્વાર મૂળ ગાથા ૬૪માં તેમજ તેની ટીકામાં અને એ જ પ્રમાણે પંચસંગ્રડ તથા કર્મપ્રકૃતિ ઉદીરણું કરણની ટીકામાં વકિય સપ્તકને ઉદયબંધોસ્કૃષ્ટા બતાવેલ છે. જ્યારે દેવો અને નારકોને તે ભવપ્રત્યયથી જ આ સાત પ્રકૃતિને બંધ જ નથી તેથી વૈક્રિય લબ્ધિ સંપન્ન વૈકિય શરીર બનાવે ત્યારે તેના ઉદયમાં વર્તતા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય વક્રિય સપ્તકની ૨૦ કેડાછેડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે એમ લાગે છે. અને જે તેમ હોય તે દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ કડાકડી સાગરેપમ પ્રમાણ હોવાથી તેની સાથે વૈકિય સપ્તક પણ ૧૦ કડાકડી સાગરોપમથી વધારે ન જ બંધાય તેમજ મનુષ્ય અને તિર્યંચ ગતિ સાથે શૈક્રિય સપ્તકને બંધ જ ન હોય, માટે શૈક્રિય શરીરી ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ નરકટ્રિકની સાથે વેકિય સપ્તકની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, અન્યથા ન જ બધે. તેથી નરક પ્રાગ્ય ૨૮ના બંધે પણ વૈકિય તિર્યંચ અને મનુષ્ય આશ્રયી ૨૫ આદિ ઉદયસ્થાને કેમ ન આવે ?
ઉત્તર : કાંઈક વિશુદ્ધ હવાથી અથવા તે અલ્પકાલીન હોવાથી ક્રિય શરીર પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય આશ્રયી ૨૫ આદિ ઉદયસ્થાને નરક પ્રાગ્ય બંધમાં લીધાં નથી. એમ બે બાબત જણાવેલ છે. તેથી તેની વિવક્ષા જ ન કરી હોય એ હકીકત વધારે ઠીક લાગે છે. પણ તેવા અક્ષરે ન મળવાથી કદાચ બંધ નહીં પણ કરતા હોય એમ લખેલ છે. પછી તે બહુશ્રુતે જાણે,
પ્રઃ ૪૭ જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય રત્ના બંધે ૭નું સત્તાસ્થાન બતાવેલ છે. પરંતુ તે કેવી રીતે ઘટે? કારણકે નરકમાં તે ૯૩નું સત્તાસ્થાન જ ન હોવાથી નરકમાંથી આવેલાને તે ન જ ઘટે. વળી નિકાચિત જિનનામ સહિત ૯૩ ની સત્તાવાળા જીવ દેવમાં જાય તે વૈમાનિકમાંજ જાય તેથી વૈમાનિક દેવમાં ૯૩ની સત્તા ઘટે અને વૈમાનિક દેવોનું જઘન્ય આયુષ્ય પણ એક પપમ પ્રમાણ છે. અને અવિરતિ ભાવ પામ્યા પછી આહારક ચતુષ્કને પપના અસંખ્યાતમા ભાગ જેટલા કાળમાં જ ઉદૂવલના દ્વારા ક્ષય થાય છે. તેથી પાપમના અસંખ્યાતમા ભાગ પછી વૈમાનિક દેવમાં પણ ૯૭ને બદલે ૮૯નું સત્તાસ્થાન આવી જાય અને તેથી ૯૩ અને ૨ના સત્તાસ્થાનને ઉત્કૃષ્ટ કાળ પણ પલ્યોપમને અસંખ્યાત ભાગ બતાવેલ છે. તે આ કેવી રીતે સંગત થાય ?
ઉત્તર: તમારે પ્રશ્ન બરાબર છે. આ મતે મનુષ્યને ૨૧ આદિના ઉદયસ્થાનોમાં જિનનામ સહિત દેવપ્રાગ્ય ૨૯ના બંધ ૯૩નું સત્તાસ્થાન ન જ આવે, પણ ૮૯નું ૧