________________
પંચસંગ્રહ થતીય ઉદયસ્થાન આશ્રયી મેહનીય કમની ચાવીશી બતાવેલ નથી, પરંતુ અહટકેજ બતાવેલ છે. અને દેવગતિમાં નપુંસક વિના દ્રવ્યવેદ બે જ હેવાથી બે ભાવેદ આશ્રયી છેડશક અથવા ૧૬-૧૬ ભાંગા કરેલ છે. પણ વીશી કરેલ નથી. તેથી મને આ બાબતમાં આમ લાગે છે. પછી તે બહુશ્રુતે કહે તે પ્રમાણ.
પ્રશ્ન-૨૧ દેવગતિમાં તમારા કહેવા પ્રમાણે પણ પુરૂષ અને સ્ત્રી એમ બે દ્રવ્ય હોય છે. માટે ભાવથી નપુંસક વેદ ઉદયમાં ન આવે તે પણ બે ભાવેદને ઉદય અન્તર્મુહૂર્તે અવશ્ય પરાવર્તન થાય છે. તેથી પુરૂષદના ઉદયને ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરેપમ શી રીતે હોય?
ઉત્તર:-દેમાં દેવીઓની ઉત્પત્તિ પ્રથમના બે દેવલેક સુધી જ હોય છે. માટે દ્રવ્યથી સ્ત્રીવેદ બે દેવલેક સુધી જ હોવાથી ત્યાં ભાવથી અને વેદના ઉદયનું પરાવર્તન અવશ્ય થાય છે પરંતુ ત્રીજા દેવકથી દ્રવ્યથી લિંગાકાર રૂપ સ્ત્રીવેદ પણ નથી. પરંતુ માત્ર દ્રવ્યથી લિંગાકાર રૂપે પણ પુરૂષ જ હોય છે. માટે તે દેવોને સતત ભાવેદે દય પુરૂષદને જ હોય છે. પરંતુ અન્ય વેદને ઉદય ન હોય, તેથી અનુત્તર દેવે આશ્રયી પુરૂષદના ઉદયને ઉત્કૃષ્ટ કાળ તેત્રીશ સાગરોપમ ઘટી શકે એમ લાગે છે. તે સિવાય બીજી કઈ વિવક્ષા હોય તે તે અપેક્ષાએ પણ બહુશ્રુત પાસેથી સમજવું. આમાં મારે આગ્રહ નથી. મારા ક્ષપશમ પ્રમાણે લખેલ છે.
પ્રશ્ન-રર ક્ષેપશમ સમ્યફટણી અનંતાનુબંધીની વિસંજના કરી પહેલે ગુણ સ્થાનકે જાય ત્યારે બંધાવલિકા સુધી અનંતાનુબંધીને ઉદય ન હોવાથી પહેલે ગુણસ્થાનકે પણ એક આવલિકા સુધી ૭ નું ઉદયસ્થાન હોય એમ બતાવેલ છે. પરંતુ કેઈ પણ કર્મ પ્રકૃતિના જઘન્ય સ્થિતિબંધમાં પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ અબાધાકાળ હોય છે. અને અનંતાનુબંધીને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કેડાછેડી સાગરોપમ પ્રમાણ હેવાથી ઉત્કૃષ્ટ અબાધા કાળ ૪ હજાર વર્ષ પ્રમાણ છે. તેથી પહેલે ગુણસ્થાનકે અનંતાનુબંધીના ઉદય વિના જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૪ હજાર વર્ષ પ્રમાણ ૭ ના ઉદયસ્થાનને કાળ ઘટી શકે. છતાં તેમ ન બતાવતાં માત્ર એક બંધાવલિકા જ કેમ બતાવેલ છે?
ઉત્તરઃ–પહેલે ગુણસ્થાનકે આવી નવીન બંધાયેલ અનંતાનુબંધી અબાધાકાળની દષ્ટિએ એટલા કાળ પછી જ ઉદયમાં આવે. એ વાત બરાબર છે. પરંતુ જે સમયે પહેલે ગુણસ્થાનકે આવી અનંતાનુબંધીને બંધ શરૂ કરે છે. તે જ સમયથી અનંતાનુબંધી પતગ્રહ બને છે. અર્થાત્ સત્તામાં રહેલ શેષ ચારિત્ર મેહનીયની પ્રકૃતિએ અનંતાનુબંધીમાં સંક્રમાવવાની શરૂઆત કરે છે. અને તે સંકમ્યમાણ અનંતાનુબંધી રૂપે બનેલ દલિકને આવલિકા પછી અવશ્ય ઉદય થાય છે.