________________
સતિ ટીકાનુવાદ ઉદય હોય છે, કઈ વખતે તે નથી. આ હેતુથી એક એક ગુણસ્થાનકે ઉદય અને તે ઉદયથી થતા ભાંગા-ચોવીસીઓ ઘણે પ્રકારે થાય છે. પરવા
હવે અનેક પ્રકારે થતા તે ઉદયે અને ભાંગાએ વીસીઓ ગુણસ્થાનકેમાં બતાવે છે
मिच्छे सगाइ चउरो सासणमीसे सगाइ तिण्णुदया। छप्पंचचउरपुव्वा चउरो तिअ अविरयाईणं ॥२६॥
मिथ्यात्वे सप्ताधाः चत्वारः सासादन मिश्रयोः सप्ताद्याः त्रयः उदया। षट्पञ्चचतुपूर्वाः चत्वारः त्रयः अविरतादीनाम् ॥२६॥
અર્થ–-મિથ્યાત્વે સાતથી દશ સુધીનાં ચાર ઉદયસ્થાનક હોય છે. સાસ્વાદને અને મિત્રે સાતથી દશ સુધીનાં ત્રણ, અવિરતિથી અપ્રમત્ત સુધીના ગુણસ્થાનકવાળાઓને છે પાંચ અને ચાર આદિ ચાર, અને અપૂર્વકરણવત્તાને ચાર આદિ ત્રણ ઉદયસ્થાનકે હેય બેં
ટીકાનુ ––મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકવર્તી જેને મેહનીયના એક સમયે એક એક જીવ આશ્રયી) સાતથી દશ સુધીના ચાર ઉદય હોય છે, તે આ-૭-૮-૯-૧૦, તેમાં તે આ પ્રમાણે--મિથ્યાત્વ, અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ અને સંવલન કેથાદિમાંથી ત્રણ ક્રોધાદિ. આદિ શબ્દથી ત્રણ માન અથવા ત્રણ માયા કે ત્રણ લેભ. ક્રોધ માન માયા અને લેબ પરસ્પર વિરોધી હેવાથી એક સાથે ઉદયમાં હોતા નથી. પરંતુ ક્રોધને ઉદય હોય તે જે કોઈને ઉદય હોય તેની નીચેના તમામ ક્રોધને સમાન જાતીય હેવાથી ઉદય થાય છે. જેમકે અનંતાનુબંધિ કોને ઉદય હેય તે તેની નીચેના અપ્રત્યાખ્યાતાવ રણાદિ ત્રણે ક્રોધને ઉદય હોય છે. એ પ્રમાણે અનંતાનુબંધિ કોધને ઉદય ન હોય અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધને ઉદય હોય તો તેની નીચેના પ્રત્યાખ્યાનાવરણાદિ બંને પ્રકારના ક્રોધને ઉદય હોય છે. એ પ્રમાણે અન્યત્ર તેમજ માન માયા અને લેભ માટે.. પણ સમજવું. ત્રણ વેદમાંથી એક વેદ, હાસ્ય-રતિ યુગલ કે શેક અરતિ યુગલમાંથી
એક યુગલ, આ સાત પ્રકૃતિને મિથ્યાત્વી ને અવશ્ય ઉદય હોય છે, આ સાતમા - ઉદયે પ્રકૃતિએના ફારફેરથી વીસ ભાંગા થાય છે.
તે આ પ્રમાણે (ભાંગા-કરવાની રીત ગા. ૨૪ માં કર્યો છે તે પ્રમાણે સમજવી) કઈ જીવને હાસ્ય-પતિને કે કોઈ જીવને શેક-અરતિને ઉદય હેવાથી એ દરેક યુગલને ' એ એક ભંગ થાય છે, માટે બે યુગલના બે ભંગ. તે બંને યુગલના ઉદયવાળા છ ત્રણ