________________
સારસ મહ
૩૬૭ આ સમ્યક્ત્વમાં કઈપણ જે ઉત્તર વૈક્રિય તેમજ આહારક શરીર બનાવતા નથી. માટે મનુષ્ય અને તિર્યંચના ઉત્તર કિયના તેમજ આહારકના અને દેવાના ઉદ્યોતવાળા ઉત્તર વક્રિયના ભાંગાઓ ઘટી શકે નહીં. પરંતુ દેને ઉદ્યોત સહિત વિકિય શરીરમાં ૩૦ ને ઉદય હોય છે. અને તેઓને ઉત્તર વકિય શરીરને ઉત્કૃષ્ટ કાળ અર્ધમાસ હોવાથી તેમજ પંચેન્દ્રિય તિર્યંચ અને અનુષ્યના ઉત્તર વક્રિય શરીરને કાળ પણ ઉત્કૃષ્ટથી ૪ મુહૂર્ત પ્રમાણુ હોવાથી તે દરમ્ય ન ઉપશમ સમ્યકત્વ પામે તે વૈક્રિય મનુષ્યના સ્વરવાળા ૨૯ ના ૮ અને વક્રિય તિર્યંચના સ્વરવાળા ૨૯ ના ૮ તથા ઉદ્યોત સહિત ૩૦ ના ઉદયના ૮ તેમજ ૩૦ ના દેવતાના ઉદયના ૮ એમ ૩૨ ભાંગા અધિક પણ ઘટે, માટે (૩૪૯૭) ચેત્રીશ સત્તાણું ઉદયભાંગા પણ ઘટે છે.
કેઈપણે જેને અપર્યાપ્ત અવસ્થામાં આ સમ્યકત્વ હોતું નથી. પરંતુ સપ્તતિક ચૂર્ણિ વગેરે કેટલાએક ગ્રંથકારોના મતે ઉપશમ શ્રેણીમાં ઉપશમ સમ્યકત્વી કાળ કરી વિમાનિક દેશમાં જાય છે. તેથી તેઓના મતે તે દેવેની અપેક્ષાએ ૨૧-૨૫-૨૭-૨૮ આ જ ઉદયસ્થાને અને ર૯ આદિ ૩ એમ સાત ઉદયસ્થાને હોય છે. અને દેના મૂળ શરીરના ૨૧-૨૫૨૭–૨૮ આ ૪ ઉદયસ્થાનના ૮-૮ એમ ૩૨ ઉદયભાંગા અધિક થાય, અથવા ઉપશમ શ્રેણીમાં ઉપશમ સમ્યકત્વી કાળ કરી અનુત્તર વિમાનમાં જ થાય છે ત્યાં દુર્ભાગ્ય, અનાદેય, અપયશને ઉદય સંભવતે નથી માટે ૨૧, ૨૫, ૨૭, ૨૮, એ ચાર ઉદયસ્થાનના પ્રશસ્ત પ્રકૃતિના ઉદયવાળ માત્ર ચાર ભાંગા અધિક થાય, તેથી કુલ ૩૪૯૭ અથવા ૩૪૬૯ ઉદયભાંગા થાય અને તેમાં ઉત્તર ક્રિય શરીરના દેવ વગેરેના ૩૨ ભાંગા અધિક લઈએ તે ૩૫૨૯ અથવા ૩૫૦૧ ઉદયભાંગા આવે, એમ કુલ ૬ રીતે ઉદય ભાંગા ગણવા મને ઠીક લાગે છે.
પરંતુ ગુજરાતી પુસ્તકોમાં કેટલાએક પંડિતએ તેથી બીજી રીતે પણ ઉદયભાંગા ગણવેલ છે. પરંતુ તે બહુ જ વિચારણીય અને મને બરાબર ન લાગવાથી અહીં બતાવેલ નથી. જિજ્ઞાસુઓએ તેને વિશેષ વિચાર બહુશ્રુત પાસેથી જાણવો. અને અહીં ૯૩ આદિ પ્રથમનાં ૪ સત્તાસ્થાને હોય છે.
ક્ષાયિક સમ્યક્ત્વ –આ સમ્યકત્વમાં અવધિજ્ઞાન પ્રમાણે ૨૮ આદિ ૫ બંધસ્થાન અને ૩૫ બંધમાંગી હોય છે. અને માત્ર એકેન્દ્રિયમાં જ સંભવતા ૨૪ વિના શેષ ૧૧ ઉદયસ્થાને હોય છે.
આ સમ્યકત્વ પ્રાપ્ત કરનાર કેવળીના કાળમાં પ્રથમ સંઘયણી મનુષ્ય જ હોય છે. પરંતુ બધાયુ આ સમ્યકત્વ પામે તે ત્રીજા અથવા ચોથા ભવે મોક્ષમાં જાય તેથી ૨૧ વગેરે અપર્યાપ્ત સંબધી ઉદયસ્થાને અને ઉદયભાંગા પણ ઘટી શકે છે. પરંતુ જે