________________
સારસંગ્રહ
૩૬૫
છાસઠ ઉદયભાંગા હોય છે. પરંતુ તે જેલેશ્યાવાળા ઈશાન સુધીના દેવે કાળ કરી બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. તેથી તે અપેક્ષાએ એકેન્દ્રિયમાં ૨૧ ના બાદર પર્યાપ્તના યશ અને અયશ સાથેના ૨ અને ૨૪ ના ઉદયના પ્રત્યેક સાથેના આ જ ર એમ ૪ આ એકેન્દ્રિયના ૪ ભાંગાઓમાં તેલેશ્યા સંભવે છે. માટે આ ૪ ભાંગા ઉમેરવાથી (૭૬૭૦) સાતહજાર છસે સિત્તેર ઉદયભાંગી હોય છે.
સત્તાસ્થાન ૯૩ આદિ પ્રથમનાં ૬ હોય છે. ૭૮નું સત્તાસ્થાન તેઉકાય–વાઉકાયમાં તેમજ ત્યાંથી આવેલ તિર્યમાં શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જ હોય છે. અને તે જેને તેજલેશ્યાને સંભવ નથી તેથી ૭૮ નું સત્તાસ્થાન આ તેજો વગેરે ત્રણે લશ્યામાં ઘટતું નથી.
પાણેશ્યા :- આ વેશ્યાવાળા છે માત્ર પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને દેવપ્રાગ્ય જ બંધ કરે છે. તેથી ૨૮ થી ૩૧ પર્વતનાં ૪ બંધસ્થાને હોય છે. ત્યાં ૨૮ ના બંધના દેવ પ્રાયોગ્યના ૮ તેમજ તેજલેશ્યામાં બતાવ્યા મુજબ ૨૯ ના બંધના (૯૨૨૪) બાણું ચોવીશ, ૩૦ ના બંધના (૬૧૭) છેતાલીશ સત્તર અને ૩૧ ના બંધને ૧ એમ (૧૩૮૫૦) તેર હજાર આઠસો પચાસ બંધમાંગ હોય છે.
૨૧ અને ૨૫ થી ૩૧ પર્યંતનાં ૮ ઉદયસ્થાન હોય છે. આ વેશ્યા જે જીવને નથી, તે જેના અનુક્રમે એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬, લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યના ૪, કેવળીના ૮, અને નારકના ૫ એમ ૧૨૫ વિના (૭૬૬૬) સાત હજાર છસો છાસઠ ઉદયભાંગ હોય છે. અને ૯૩ આદિ પ્રથમનાં ૬ સત્તાસ્થાને હોય છે.
શુકલ લેશ્યા –કર્મગ્રંથના મત પ્રમાણે આ લેશ્યાવાળા છે માત્ર મનુષ્ય અને દેવ પ્રોગ્ય જ બંધ કરે છે. જો કે ૮મા દેવલેક સુધીને દેવો પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્યે બંધ કરે છે. એમ તૃતીય કર્મગ્રંથ ગાથા ૧૨ માં જ બતાવેલ છે. પરંતુ તેઓને અત્યંત મંદ શુકલ લેડ્યા હોય છે. તેથી તેની વિવક્ષા કરી હોય તેમ લાગતું નથી અથવા તે મતાંતર પણ કહી શકાય. તત્વ તે બહુશ્રત જાણે,
શુકલેશ્યા તેરમાં ગુણસ્થાનક સુધી હોય છે. તેથી ૨૮ થી ૧ સુધીનાં ૫ બંધસ્થાને હોય છે. ત્યાં ૨૮ ના બંધના દેવપ્રાગ્યના ૮, ૨૯ ના બંધના મનુષ્ય પ્રાગ્યના (૪૬૦૮) છેતાલીશસે આઠ અને જિનનામ સહિત દેવપ્રાગ્યના ૮ એમ (૪૬૧૬) છેતાલીશ સેળ, ૩૦ ના બંધના જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્યના ૮ અને આહારકટ્રિક સહિત દેવપ્રાગ્યને ૧ એમ ૯, અને ૩૧ તથા ૧ ના બંધને ૧-૧ એમ પાંચે બંધસ્થાનના (૪૬૩૫) છેતાલીશ પાંત્રીશ બંધભાંગ હોય છે. બીજા મત પ્રમાણે પદ્મલેશ્યામાં બતાવ્યા મુજબ (૧૩૮૫૦) તેર હજાર આઠસે પચાસ બંધભાંગી હોય છે.