________________
સપ્તતિકા ટીકાનુવાદ
૨૫ અર્થ એક, બે, ચાર, અને ત્યારબાદ એક એક અધિક કરતાં દશ પર્યત મોહનિયનાં નવ ઉદયસ્થાનકે જ્ઞાનીઓ કહે છે. અને તે સંજવલન, વેદ, હાસ્ય-રતિ, ભય, જુગુપ્સા, ત્રણ કષાય અને દહિટને પ્રક્ષેપ કરતાં થાય છે. - ટીકાનુ –એક, બે, ચાર, અને ત્યારપછી એક એક અધિક કરતાં યાવત્ દશ પર્યત નવ ઉદયસ્થાનકે મેહનીયનાં થાય છે. એમ જ્ઞાનીઓ કહે છે. તાત્પર્યાથે આ પ્રમાણે છે–મેહનીયનાં નવ ઉદયસ્થાને થાય છે, તે આ પ્રમાણે–એક, બે, ચાર, પાંચ, છે, સાત, આઠ, નવ, અને દશ. આ ઉદયસ્થાનકને પશ્ચાનુપૂર્વેિએ અનિવૃત્તિનાદર સંપરાય ગુણસ્થાનકથી પ્રતિપાદન કરે છે-સંજવલન કષાય, વેદ, હાસ્ય-રતિ યુગલ, ભય, જુગુપ્સા, પ્રત્યાખ્યાનાવરણીય આદિ ત્રણ કષાય. અને દષ્ટિને પ્રક્ષેપ કરતાં એ નવે ઉદ્દયસ્થાને થાય છે. તેમાં સંજવલન કષાયમાંના કોઈપણ એકને ઉદયે પહેલું ઉદયસ્થાન, ત્રણ વેદમાંથી એક વેદને ઉદય ભળે ત્યારે બે પ્રકૃતિના ઉદયરૂપ બીજું ઉદયસ્થાન, હાસ્ય-રતિનું યુગલ ઉદયમાં વધે એટલે ચાર પ્રકૃતિના ઉદયનું ત્રીજું, ભય ભળતાં પાંચનું ચેથું ઉદયસ્થાન, જુગુ ભળતાં છનું પાંચમું, પ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયમાંથી કઈ એકને ઉદય થતાં સાતનું છડું, અપ્રત્યાખ્યાનાવરણ ચેકડીમાંથી કેઈપણ એકને ઉદય વધતાં આઠ પ્રકૃતિનું સાતમું. અનંતાનુબંધિ ચાર કષાયમાંથી કોઈ એકને ઉદય થતાં નવપ્રકૃતિનું આઠમું અને તેમાં મિથ્યાત્વ મોહને ઉદય વધતાં દશ પ્રકૃતિને ઉદય રૂ૫ નવમું ઉદયસ્થાન છે. ૨૩.
હવે ઉપરોક્ત ઉદયસ્થાનકે પ્રકૃતિના ફેરફારથી અનેક પ્રકારે થાય છે, તે પ્રકારો કહેવા માટે ઉપાય કહે છે –
दुगआइ दसंतुदया कसायमेया चउब्विहा ते उ। .... बारसहा वेयवसा अदुगा पुण जुगलओ दुगुणा ॥२४॥
द्विकादयो दशान्ता उदयाः कषायभेदाच्चतुर्विधाः ते तु ।
द्वादशधा वेदवशाद द्विकाः पुनः युगलतो द्विगुणाः ॥२४॥ અર્થબેથી દશ સુધીના ઉદયે કષાયના ભેરે ચાર પ્રકારે છે, વેદના વશથી બાર પ્રકારે છે, અને બે સિવાયના બાકીના ઉદયે યુગલના વશથી બમણું થાય છે.
ટીકાના કોઈને કોધનો, કોઈને માનને, કેઈને માયાનો, અને કેઈને લોભને ઉદય હેવાથી એક સમયે અનેક જીવની અપેક્ષાએ) બેથી દશ સુધીના દરેક ઉદય સ્થાનકે ચાર પ્રકારે થાય છે, તે ચારે ભેદ વાળા-ક્રોધી, માની, માયી કે લેભી ગમે. તે
૧ ઉપશમ શ્રેણિમાંથી પડતાં ઉપરોક્ત ઉદય થાય છે. પહેલા સંજવલન ચારમાંથી કોઈપણ એક કષાયને, ત્યારબાદ એક વેદને ત્યારબાદ યુગલને અને ત્યારબાદ ભય અને જાગુસા આદિને જાય થાય છે. ત્રણનો ઉદય થતું નથી, એટલે ત્રણનું ઉદયસ્થાન નથી. એક સમયે એક જીવન ઉપર પ્રમાણે ઉદય હોય છે.