________________
૩૧૨
પંચસંગ્રહ તૃતીયખંડ ૩૧ ના ઉદયે તીર્થકર કેવળી જ હોવાથી ૮૦-૭૬ આ ૨-૨ તેથી ૬, ૨૯ અને ૩૦, ના ઉદયે, બન્ને પ્રકારના કેવળી ભગવંતે લેવાથી ૪-૪ માટે ૮ એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૨૦ થાય છે.
ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને – ૨૦ના ઉદયે ૭૯ અને ૭૫ એમ ૨-૨ ૨૧-ર૦ અને ૩૧ ના ઉદયે ૮૦ અને ૭૬ આ ૨-૨ તેથી ૬. ૨૬ના ઉદયે ૬ ભાંગામાં ૭૯-૭૫ આ ૨-૨ માટે ૧૨, ૨૮ ના ઉદયે ૧૨ ભાંગામાં આ જ ૨-૨ તેથી ૨૪, ૨૯ ન ઉદયે સ્વરના નિષેધ બાદના સામાન્ય કેવળીના ૧૨ માં આજ ૨-૨ તેથી ૨૪ અને તીર્થકર કેવળીને ઉચ્છવાસના નિરોધ બાદના ૧ માં ૮૦ અને ૭૬ આ ૨ કુલ ૨૬, ૩૦ ના ઉદયે સામાન્ય કેવળીના ૨૪ માં ૭૯ અને ૭૫ હેવાથી ૪૮ અને સ્વરના નિરોધ પછીના તીર્થકરના ૧ માં ૮૦-૭૬ એમ ૨ કુલ ૫૦ એ પ્રમાણે ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને ૧૨૦ થાય.
અગી કેવળી ગુણસ્થાનક'- અહીં તીર્થકર કેવળીને ૯ નું અને સામાન્ય કેવળીને ૮ નું એમ બે ઉદયસ્થાન અને બન્ને ઉદયસ્થાનને ૧-૧ તેથી કુલ ૨ ઉદયભંગ, સત્તાસ્થાન સામાન્યથી ૮૦-૭૯-૭૬-૭૫૯ અને ૮ એમ હોય છે. ત્યાં તીર્થકર કેવળીને નવના ઉદયે ભવના દ્વિચરમ સમય સુધી ૮૦ અને ૭૬ અને ચરમ સમયે ૯ એમ ૩ અને સામાન્ય કેવળીને ૮ ના ઉદયે ભવના દ્વિચરમ સમય સુધી ૯ અને ૭૫ અને ચરમ સમયે ૮ એમ ૩, તેથી ઉદયસ્થાન ગુણિત તેમજ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને છ (૬) હેાય છે.