________________
૨૮૮
પંચસંગ્રહ તૃતીયખંડ ઉદયભંગવાર વિચારીએ તે ૨૧ના ઉદયના બેમાં પાંચ-પાંચ માટે દસ, એજ પ્રમાણે ૨૬ના બેના મળીને દસ, ૨૮ના બંને ભાંગામાં ૭૮ વિના ચાર–ચાર માટે આઠ, એજ પ્રમાણે ૨૯ના ચારમાં ચાર-ચાર માટે ૧૬, ૩૦ના ૬માં ચાર-ચાર તેથી ૨૪, અને ૩૧ના ૪માં પણું ચાર-ચાર માટે ૧૬ એમ ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાને ૮૪ ચોરાશી છે.
પર્યાપ્ત અસંજ્ઞી પંચે. ને પૂર્વની જેમ ૨૩ આદિ પાંચ બંધસ્થાન અને તેરહજાર નવસે સત્તર બંધ - ભાંગા હેાય છે. પરંતુ આ છ સર્વ પર્યાપ્તીએ પર્યાપ્ત દેવ અને નરક પ્રાયોગ્ય ૨૮ને બંધ પણ કરી શકે છે. તેથી ૨૮ નું બંધસ્થાન અને તેના નવ બંધમાંગા અધિક હોય છે, તેથી કુલ ૨૩ આદિ છ બંધસ્થાન અને તેરહજાર નવસે છવ્વીસ બંધભાંગા હેય છે.
અહીં પણ બેઈ. પર્યાપ્તાની જેમ ૨૧ આદિ છ ઉદયસ્થાને હોય છે. અને તેના ઉદયમાં પણ અનુક્રમે ૨, ૨, ૨, ૪, ૬ અને ૪ એમ વીસ હોય છે. આ જીવને બે.. પર્યાની જેમ યશ અને સુસ્વર સિવાય બીજી કઈ પણ પરાવર્તમાન શુભ પ્રકૃતિએને ઉદય હેત નથી, માટે ૨૦ જ ભાંગા થાય છે.
કેટલાક આચાર્ય મ. સા. ના મતે પર્યાપ્ત સંજ્ઞી પંચે. તિર્યંચની જેમ આ જીવને પણ પરાવર્તમાન દરેક પ્રવૃતિઓ વારાફરતી ઉદયમાં હોઈ શકે છે, તેથી તે મતે સંજ્ઞ પંચે. પર્યાપ્તની જેમ અહીં પણ ૨૧ આદિ છએ ઉદયસ્થાનમાં ૪૯૦૪ ઉદયભાંગે હોય છે, તેથી છ એ ઉદયસ્થાને મળી ચાર હજાર નવસેને ચાર ઉદયભાંગા હોય છે.
- અહીં પણ સામાન્યથી ૯૨ આદિ પાંચ સત્તાસ્થાને હોય છે, ત્યાં ૨૭ના બંધ, ૨૧ અને ૨ના ઉદયે પાંચ-પાંચ, માટે ૧૦, અને ૨૮ આદિ ચારે ઉદયસ્થાનમાં ૭૮ વિના ચાર-ચાર, માટે ૧૦. એમ ઉદયસ્થાનગુણિત સત્તાસ્થાને ૨૬ હોય છે. અને ઉદયભંગવાર વિચારીએ તે પણ બેઈ. પર્યાપ્તાની જેમ કુa ઉદયભંગગુણિત સત્તાસ્થાને ચોરાસી (૮) હોય છે.
એજ પ્રમાણે ૨૫ ૨૬, ૨૯ અને ૩૦ ના બંધે પણ સામાન્યથી પાંચ, ઉદયસ્થાન ગુણિત ૨૬, એને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને ૮૪ હોય છે, અને અન્ય આચાર્ય મ. સા. ના મતે ઉદયભંગગુણિત સત્તાસ્થાને પિતાની મેળે જ વિચારી લેવાં.
આ છ દેવ કે નરક પ્રાગ્ય ૨૮ને બંધ સર્વ પર્યાપ્તીએ પર્યાપ્ત થયા પછી જ કરી શકે છે, પરંતુ અપર્યાપ્ત અવસ્થામાં કરતા નથી, માટે ૨૮ના બંધ, ૩૦ અને ૩૧ આ જ ઉદયસ્થાનો હોય છે. ત્યાં ૩૦ ના ઉદયના સ્વર સહિતના ચાર અને ૩૧ના ચાર એમ આઠ ઉદયભાંગ હોય છે. અને સામાન્યથી સત્તાસ્થાને ૯૨, ૮૮, અને ૮૬ આ ત્રણ હોય છે. અને બને ઉદયથાને ત્રણ-ત્રણ હોવાથી ઉદયસ્થાન ગુણિત ૬, અને ઉદયભંગવાર વિચારીએ તે ૩૦ના ઉદયના ચારે ભાંગાઓમાં ત્રણ-ત્રણ તેથી બાર અને ૩૧ના ઉદયે પણ એજ પ્રમાણે બાર એમ, ઉદયભંગગુણિત સત્તાસ્થાને ૨૪ હેય છે.