________________
સારસંહ
૨૮૩ એમ ચારે પ્રકારના ૩૦ ના બંધસ્થાન આશ્રય કુલ બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને પહેલા મને ચૌદ કોડ ચુમ્માલીશ લાખ દશ હજાર પાંચસેને સળ અને બીજા મતે ચૌદ ક્રોડ ચુમ્માલીશ લાખ દશ હજાર પાંચસેને અઢાર હેય છે.
આહા. દ્રિક અને જિનનામ સહિત દેવ પ્રાગ્ય ૩૧ ના બંધે પણ જેમ દેવ પ્રાગ્ય ૩૦ ના બધે બતાવેલ છે. તે જ પ્રમાણે પ્રથમ મતે ૩૦ નું એક ઉદયસ્થાન, ૧૪૪ ઉદયભાંગા અને ૯૩ નું એક સત્તાસ્થાન, ઉદયભંગ ગુણિત અને બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને એકસે ચુમ્માલીશ, અને બીજા મતે ૨૯ અને ૩૦ એમ બે ઉદયસ્થાન, ૧૪૬ ઉદયભાંગા, સત્તાસ્થાન સામાન્યથી ૯૩ નું એક, ઉદયભંગ ગુણિત તેમજ બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને એકસે છેતાલીશ હેય છે.
એકને બંધ આઠમાના સાતમા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી હોય છે. અને ત્યાં સ્વભાવસ્થ મુનિને ૩૦ નું એક જ ઉદયસ્થાન હોય છે. ઉપશમશ્રણ પ્રથમના ત્રણ સંઘયણવાળા અને ક્ષપકશ્રેણી પ્રથમ સંઘયણવાળા જ કરી શકે છે. માટે અહીં એક-એક સંઘયણના ઉદયના છ સંસ્થાન, બે વિહાગતિ અને બે સ્વર સાથે ગુણતાં ૨૪-૨૪ ઉદયભાંગા થાય છે. માટે ત્રણે સંઘયણ આશ્રયી ૭૨ ઉદયભાંગ હોય છે.
સત્તાસ્થાન પ્રથમનાં ચાર અને બીજાં ચાર એમ આઠ હોય છે. ત્યાં ઉપશમશ્રેણીમાં દશમા ગુણસ્થાનક સુધી અને ક્ષપકશ્રેણીમાં નવમા ગુણસ્થાનકે તેર પ્રકૃતિને ક્ષય ન થાય ત્યાં સુધી પ્રથમનાં ચાર અને તેર પ્રકૃતિએને ક્ષય થયા પછી દશા ગુણસ્થાનક સુધી બીજાં ચાર સત્તાસ્થાને હોય છે.
હવે ઉદયભંગ આશ્રયી વિચારીએ તે બીજા અને ત્રીજા સંઘયણના ઉદયવાળા ૪૮ ભાંગાઓમાં પ્રથમનાં ચાર-ચાર માટે એક બાણું, અને ક્ષપકશ્રેણીમાં પ્રથમ સંધયણને જ ઉદય હોય છે. તેથી સર્વ શુભપ્રકૃતિના ઉદયવાળા એક કાંગામાં નવમા ગુણ સ્થાનકે તેર પ્રકૃતિને ક્ષય ન થાય ત્યાં સુધી તીર્થકર અને અતીર્થકર કેવળી ભગવંતને આશ્રયી પ્રથમનાં ચાર અને તેર પ્રકૃતિએના ક્ષય પછી બીજા ચાર એમ આડ અને તે સિવાયના ૨૩ ભાંગાએ સામાન્ય કેવળની અપેક્ષાએ જ હેય છે. તેથી તે ૨૩ માં નવમા ગુણસ્થાનકે ૧૩ પ્રકૃતિને ક્ષય ન થાય ત્યાં સુધી ૯૨-૮૮ અને ૧૩ પ્રકૃતિને ક્ષય થયા બાદ ૭૯-૭૫, આ ચાર સત્તાસ્થાને હોય છે. પરંતુ તીર્થકર થવાના ભાવથી પહેલાં ત્રીજા ભવમાં મનુષ્ય જિનનામ નિકાચિત કરી ઉપશમ શ્રેણી પણ કરી શકે છે. તેથી તે ત્રીજા ભવની અપેક્ષાએ ૯૩ અને ૮૯ આ બે સત્તાસ્થાને અધિક ઘટે છે. માટે આ ૨૩ ભાંગાઓમાં ૯૩-૮૯-૯૨-૮૮-૭૯ અને ૭૫ એમ છ-છ સત્તાસ્થાન હેવાથી ૧૩૮ સત્તાસ્થાને, એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને (૩૩૮) ત્રણસો આડત્રીશ થાય છે.