________________
પંચસંગ્રહ વતીય - સત્તાસ્થાન:-૯૩-૯૨-૮૯-૮૮-૮-૮૦-૭૯-૭૮-૭-૭૫-૯ અને ૮ પ્રકૃતિના સમુદાય રૂપ બાર સત્તાસ્થાને છે.
સર્વ પ્રકૃતિઓની સત્તા હોય ત્યારે ૯૩ ત્રાણુ, અને જિનનામની સત્તા ન હોય ત્યારે ૯૨, જિનનામ હેય પણ આહારક ચતુષ્ક ન હોય ત્યારે ૮૯, અને આ પાંચે પ્રકૃતિઓ સત્તામાં ન હોય ત્યારે ૮૮ નું સત્તાસ્થાન હોય છે. આ ચાર સત્તાસ્થાને પહેલું સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે.
ક્ષપકશ્રેણીમાં નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગે આ ચારે સત્તાવાળા જુદા જુદા જેને નામકર્મની ૧૩ પ્રકૃતિઓને ક્ષય થાય ત્યારે નવમાના બીજા ભાગથી ચૌદમાના દ્વિચરમ સમય સુધી અનુક્રમે ૮૦-૭૯-૭૬ અને ૭૫ આ ચાર સત્તાસ્થાને પ્રાપ્ત થાય છે. આને બીજું સત્તાસ્થાન ચતુષ્ક કહેવામાં આવે છે. - ચૌદમાના ચરમ સમયે સામાન્ય કેવળીને વસત્રિક, મનુષ્યગતિ, પ. જાતિ, સૌભાગ્ય, આઠેય અને યશ આ આઠ પ્રકૃતિનું અને તીર્થકર કેવળીને આ આઠ અને જિનનામ એમ નવ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. - ૮૮ ની સત્તાવાળા ને એકેન્દ્રિયમાં દેવદ્ધિકની ઉદૂવલના થાય ત્યારે ૮૬, અથવા ૮૦ ની સત્તાવાળા એકેન્દ્રિયે પંચેન્દ્રિયમાં આવી વૈક્રિય ચતુષ્ક અને દેવદ્ધિકને અગર વૈ. ચતુ. અને નરકદ્વિકનો પહેલી વખત બંધ કરે ત્યારે ૮૬ નું સત્તાસ્થાન હોય છે. '
૮૬ ની સત્તાવાળાઓને નરકદ્ધિક અને વૈ. ચતુની ઉદૂવલના થાય ત્યારે ૮૦નું અથવા ત્રસપણે જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને પણ ૮૦નું સત્તાસ્થાન હોય છે.
૮૦ ની સત્તાવાળા તેઉકાય-વાઉકાયને મનુષ્યદિકની ઉદૂવલના થયા પછી ૭૮ નું સત્તાસ્થાન હોય છે.
૮૬-૮૦ અને ૭૮ આ ત્રણ સત્તાસ્થાનેને પ્રાચીન શાસ્ત્રોમાં અધ્રુવ સત્તાસ્થાને કહ્યાં છે.
ત્રસ પણું નહીં પામેલા અથવા ત્રસમાંથી આવી વૈ. અટકની ઉદ્વલના કરેલ એકેન્દ્રિયને, તેમજ ૯૩ની સત્તાવાળા ને ક્ષપકશ્રેણીમાં ૧૩ પ્રકૃતિને ક્ષય થાય ત્યારે, એમ ૮૦નું સત્તાસ્થાન બે રીતે પ્રાપ્ત થાય છે. આ બન્ને પ્રકારના ૮૦ ના સત્તાસ્થાનમાં અમુક પ્રકૃતિઓ જુદી જુદી હોવા છતાં સંખ્યા સમાન છે, માટે ૮૦ નું એક જ સત્તાસ્થાન ગણવામાં આવેલ છે.
ત્યાં નરકગતિમાં બાણું, નેવ્યાસી અને અાસી આ ત્રણે સત્તાસ્થાને હોય છે. જિનનામ અને આહારક ચતુ ની સાથે સત્તાવાળા જીવો નરકમાં જતા નથી માટે ૯૩નું સત્તાસ્થાન નરકગતિમાં આવતું નથી.
*
*