________________
૨૫o
પંચસંગ્રહ તૃતીયખંડ છ પ્રત્યેક પ્રકૃતિ અને ત્રણ નવક એમ ત્રીશ પ્રકૃતિએ આઠમાના છઠ્ઠા ભાગ સુધી અને યશકીર્તિ દશમા ગુણસ્થાનક સુધી બંધાય છે.
આજ ગ્રંથના પ્રથમખંડના ત્રીજા દ્વારની (૪૩) તેતાલીશમી ગાથામાં સામાન્યથી બંધ આશ્રયી પરાવર્તમાન પ્રવૃતિઓ ૭૦ બતાવવામાં આવેલ છે. પરંતુ ગમે તે પ્રકૃતિ બંધાય ત્યારે તે બધી પ્રકૃતિ પરાવતમાન હોય છે એમ ન સમજવું, એટલું જ નહીં પણ અમુક પ્રકૃતિ બંધાય ત્યારે તેની સાથે સામાન્યથી જે પ્રકૃતિઓ પરાવર્તમાન છે તેમાંની પણ અમુક પ્રકૃતિ અપરાવર્તમાન ગણાય છે. એટલે કે અવશ્ય બંધાય છે. દષ્ટાંત તરીકે
સ્થાવર અને ત્રસ સામાન્યથી પરાવર્તમાન હોવા છતાં એકેન્દ્રિય જાતિ સાથે સ્થાવર અવશ્ય બંધાય પણ રસ ન બંધાય, એજ પ્રમાણે બેઈન્દ્રિાદિક જાતિ બંધાય ત્યારે તેની સાથે ત્રસનામકર્મ અવશ્ય બંધાય પણ સ્થાવર ન જ બંધાય. માટે કઈ પ્રકૃતિના બંધ સાથે કઈ પ્રકૃતિઓને બંધ અવશ્ય હોય છે? અને કઈ પ્રકૃતિને વિકલ્પ એટલે કે વારાફરતી હેય? તે બતાવાય છે.
(૧) અપર્યાપ્ત નામકર્મ સાથે બાદર અને પ્રત્યેક સિવાય, એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય જાતિ સાથે થિર, શુભ અને યશ સિવાય કઈ પરાવર્તમાન શુભ પ્રકૃતિએ બંધાતી નથી. (૨) સૂક્ષમ અને સાધારણ નામકર્મ સાથે સ્થિર અને શુભ સિવાય પરાવર્તમાન શુભ પ્રકૃતિએ બંધાતી નથી. (૩) આતાપ નામકર્મ જે બંધાય તે એકેન્દ્રિય જાતિ સાથે જ અને ઉદ્યોત નામકર્મ જે બંધાય તે તિર્યંચગતિ સાથે જ બંધાય, પરંતુ બંધાય જ એમ નથી. તેમજ બંને સાથે પણ ન બંધાય, પરંતુ બંધાય તે બેમાંથી ગમે તે એક જ બંધાય. (૪) પરાઘાત અને ઉછૂવાસ નામકર્મ પર્યાપ્ત નામકર્મ સાથે જ બંધાય અને નરક ગતિ સાથે પરાવર્તમાન કોઈ પણ શુભ પ્રકૃતિ ન બંધાય. (૫). દેવગતિ સાથે અસ્થિરઅશુભ અને અયશ વિના બધી પરાવર્તમાન શુભ પ્રવૃતિઓ જ બંધાય. (૬) છે એ સંઘયણ અને મધ્યમનાં ચાર સંસ્થાને તિર્યંચ અને મનુષ્ય ગતિ સાથે જ બંધાય. (૭) જે જિનનામકર્મ બંધાય તે સમ્યગદષ્ટીને દેવ અને મનુષ્ય ગતિ સાથે જ અને આહારદ્ધિક જે બંધાય તે અપ્રમત્તયતિને દેવગતિ સાથે જ બંધાય.
ઉપરના નિયમમાં જે પ્રકૃતિ સાથે જે પરાવર્તમાન પ્રકૃતિઓ બંધાય અથવા ન બંધાય એમ જણાવેલ ન હોય તે પ્રકૃતિ સાથે તે પરાવર્તમાન દરેક પ્રવૃતિઓ વારાફરતી બંધાય છે. એ હકીક્ત ધ્યાનમાં રાખવાથી બંધભાંગી સહેલાઈથી સમજી શકાશે.
સામાન્યથી એકેન્દ્રિય વગેરે અથવા તિર્યંચ ગતિ વગેરે ને બંધ યોગ્ય કુલ પ્રકૃતિએ -
નામકર્મની ધ્રુવબંધી નવ, તિર્યચદ્રિક, એકેન્દ્રિય જાતિ, ઔદારિક શરીર, હંડક સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ, બાદર, અપર્યાપ્ત, પર્યાય,