________________
२४८
પંચસંગ્રહ તૃતીયખંડ વળી આ ચારે પ્રકારના છે હાસ્ય-રતિના ઉદયવાળા હોય તેમ બીજા ચાર પ્રકારના છ અરતિ–શેકના ઉદયવાળા હોય છે માટે ચારેને બે એ ગુણતાં એક અષ્ટક અથવા ૮ ભાંગા થાય છે. તેથી આ આઠના ઉદયનું એક અષ્ટક, અને આઠના ઉદયમાં, ભય અથવા જુગુપ્સા એ બેમાંથી એકને ઉદય થાય ત્યારે બે રીતે નવને ઉદય. માટે નવના ઉદયનાં બે અષ્ટક, અથવા ૧૬ ભાંગા થાય છે. અને પહેલાના આઠમાં ભય, જુગુપ્સા એ બન્નેને ઉદય સાથે થાય ત્યારે ૧૦, અને તેનું એક અષ્ટક અથવા આઠ ભાંગા થાય છે. એમ ત્રણે ઉદયસ્થાને મળીને ૪ અષ્ટક, એટલે ૩૨ ઉદયભાંગા થાય છે.
અહિં સામાન્યથી ૨૮–૨૭-૨૮ એમ ત્રણ સત્તાસ્થાને છે અને ત્રણે ઉદયસ્થાને ત્રણ ત્રણ સત્તાસ્થાને હોવાથી ત્રણને ત્રણે ગુણતાં ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૯, તેમજ બત્રીશે ભાગમાં આ ત્રણ ત્રણ સત્તાસ્થાન ઘટે છે, માટે બત્રીશને ત્રણે ગુણતાં ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાન ૯૬ થાય છે.
૨૨ ને બંધ છ પ્રકારે થાય છે અને તેમાંના કેઇપણ એક પ્રકારના બંધમાં આ ૯૬ સત્તાસ્થાન સંભવે છે માટે ૯૬ ને ૬ એ ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સર્વ મેહનીય કર્મનાં સત્તાસ્થાને ૫૭૬ થાય છે.
અહીં આઠના ઉદયનાં આઠ, નવને ઉદય બે રીતે લેવાથી ૧૮, અને દેશના ઉદયના ૧૦, એમ કુલ ૩૬ ઉદયપદે છે. તેમજ દરેક ઉદયપદ આઠ-આઠ પ્રકૃતિના સમૂહરૂપ હેવાથી ૩૬ ને આડે ગુણતાં ૨૮૮ પદવંદે થાય છે.
લબ્ધિ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય આ પાંચ વસ્થાનકેમાં પહેલું ગુણસ્થાનક, અને કેટલાએક જીવને કરણ અપર્યાપ્ત અવસ્થામાં બીજું ગુણસ્થાનક પણ હોય છે માટે ૨૨–૨૧ એ બે બંધસ્થાને અને તેને અનુક્રમે ૬-૪ એમ દશ બંધભાંગા છે. સામાન્યથી આ પાંચે અવસ્થાનકમાં બને ગુણસ્થાનકની અપેક્ષાએ સાતથી દશ પર્યંતનાં ચાર ઉદયસ્થાનો અને ૨૮ આદિ પ્રથમનાં ત્રણ સત્તાસ્થાન હોય છે. ત્યાં પહેલા ગુણઠાણે ૨૨ના બંધે આઠથી દશ પર્યત ત્રણ ઉદયસ્થાને અને ઉપર બતાવ્યા મુજબ ૪ અષ્ટક, અથવા ૩૨ ઉદયભાંગા છે.
અહિં દરેક ઉદયસ્થાનમાં ૨૮ આદિ ત્રણ સત્તાસ્થાને ઘટતાં હેવાથી ઉદયસ્થાન ગુણિત નવ, એજ પ્રમાણે પહેલાં બતાવ્યા મુજબ ઉદયભંગ ગુણિત ૯૬ અને બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત ૫૭૬ સત્તાસ્થાન થાય છે.
બીજે ગુણઠાણે ૨૧ ના બંધે સાતથી નવ પર્યત ત્રણ ઉદયસ્થાને અને તેના ૪ અટક, એટલે ૩૨ ઉદયભાંગ છે આ ગુણઠાણે ૨૮ નું એક જ સત્તાસ્થાન હોવાથી ઉદયસ્થાન ગુણિત ત્રણ, ઉદયભંગ ગુણિત ૩૨, અને ૨૧ ને બંધ ચાર પ્રકારે હેવાથી ૩૨ ને ચારે ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત ૧૨૮ સત્તાસ્થાન થાય છે.