________________
સપ્તતિકા ટીકાનુવાદ
અક્ષરાર્થ આ પ્રમાણે કરવે-નવ, છ અને ચાર પ્રકારે દર્શનાવરણીયકર્મ અનુક્રમે બે, આઠ અને દશમા ગુણસ્થાનક સુધીમાં બંધાય છે.
હવે સત્તાસ્થાનકે કહે છે-દર્શનાવરણીય કર્મનાં નવ, છે અને ચાર એમ ત્રણ સત્તાસ્થાનકે હોય છે. અનિવૃત્તિ ગુણસ્થાનકના આદ્ય ભાગ પર્યત નવે પ્રકૃતિઓ સત્તામાં હોય છે. આ હકીક્ત ક્ષપકશ્રેણિ આશ્રયી સમજવી, કેમકે ઉપશમશ્રેણિમાં તે ઉપશાંતમેહ ગુણસ્થાનકપર્યત નવે પ્રકૃતિમાં સત્તામાં હોય છે. ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે થીણુદ્વિત્રિકને ક્ષય થયા બાદ નવમાના બીજા ભાગથી આરંભી ક્ષીણમેહના દ્વિચરમ સમયપર્યત છે પ્રકૃતિએ સત્તામાં હોય છે. ક્ષીણમોહના દ્વિચરમ સમયે નિદ્રાદ્વિકને સત્તામાંથી ક્ષય થતાં છેલે સમયે ચક્ષુર્દશનાવરણીય આદિ દશનાવરણીયકર્મ ચાર પ્રકૃતિઓ સત્તામાં હોય છે. તે ચાર પ્રકૃતિએ પણ તે જ ક્ષીણમેહના ચરમસમયે સત્તામાંથી ક્ષય થાય છે, એટલે ત્યાર પછીના ગુણસ્થાનકે દશનાવરણીય કર્મ સત્તામાં હતું નથી. ૧૦ ' હવે દર્શનાવરણીય કર્મના ત્રણે બંધ સ્થાનકને જઘન્ય-ઉત્કૃષ્ટ એટલે બંધ કાલ હોય છે તે કહે છે – __नवमेए भंगतियं बे छावट्ठिउ छव्विहस्स ठिई। चउ समयाओ अंतो अंतमुहूत्ताउ नव छक्के ॥११॥
नवभेदे भङ्गत्रिकं द्वे षट्पष्टी षडिवधस्य स्थितिः। ..... चतुर्विधस्य समयादन्तर्मुहत्तै अन्तर्मुहूर्तात् नवषट्के ॥११॥
અર્થ-નવના બંધસ્થાનને અંતમુહૂર્તથી આરંભી અનાદિ-અનંત આદિ ત્રણ ભાંગે, છના બંધસ્થાનને અંતર્મુહૂર્તથી બે છાસઠ સાગરેપમ, અને ચારના બંધસ્થાનને સમયથી અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ છે. • ટીકાનુ-દર્શનાવરણીય કર્મના નવના બંધસ્થાનકના કાળ આશ્રયી ત્રણ ભાગ છે. તે આ-અનાદિ અનંત, અનાદિ સાંત અને સાદિ સાંત. તેમાં અભવ્ય આશ્રયી તેઓ કેઈ કાળે મિથ્યાત્વભાવ છોડનારા નહિ હેવાથી અનાદિ અનંત પ્રમાણુ બંધકાળ છે, જે ભએ અદ્યાપિ પર્યત મિથ્યાત્વ ભાવ છોડ્યો નથી પરંતુ હવે કાળાંતરે મિથ્યાત્વભાવ છેડી ઉપરના ગુણસ્થાનકે જશે તેઓ આશ્રયી અનાદિ સાંત બંધકાળ છે. અને સમ્યકત્વથી પડી જેઓ મિથ્યાત્વે આવ્યા છે તેઓ આશ્રયી સાંદિ સાંત બંધકાળ છે. તે સાદિ સાંત કાળ જઘન્યથી અંતમુહૂર્ત પ્રમાણ અને ઉત્કૃષ્ટથી દેશને અર્ધપુદ્ગલપરાવર્તન પ્રમાણુ