________________
૨૧૮
પંચસંગ્રહ તૃતીયખંડ છે. તેમજ આ છેલા ભંગને જઘન્યકાળ અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશને અર્ધ પુદ્ગલ પરાવર્ત પ્રમાણ છે.
છના બંધસ્થાનને કાળ-જઘન્યથી અન્તમુહૂર્ત, કારણ કે કઈ જીવ સમ્યક્ત્વથી પડી અન્તર્મુહૂર્તમાં ફરીથી સમ્યકત્વ પામી શકે છે અને ઉત્કૃષ્ટ કાળ સાધિક ૧૩૨ સાગરોપમ છે કારણ કે મિશ્ર સહિત સમ્યફવમાં જીવ સતત આટલે જ કાળ રહી શકે છે.
ચારના બંધને કાળ-આઠમ ગુણસ્થાનકના પ્રથમ ભાગના અને નિદ્રાદ્ધિકને બંધ વિચ્છેદ કરી એક સમય ચારને બંધ કરી ભવક્ષયે પડેલા છે આશ્રયી જઘન્યથી એક સમય અને સંપૂર્ણ શ્રેણને કાળ પણ અન્તર્મુહૂર્ત હેવાથી ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણ કાળ છે.
બારમા ગુણસ્થાનક સુધી દરેક જીવને આ કર્મની ચક્ષુદર્શનાવરણીય વગેરે ચારે પ્રકૃતિએને હંમેશાં સતત ઉદય હોય છે માટે ચારનું ઉદયસ્થાન અને કયારેક પાંચમાંથી ગમે તે એક નિદ્રાને ઉદય હોય ત્યારે ચાર દર્શનાવરણ અને પાંચમાંથી એક નિદ્રા, એમ પાંચનું ઉદયસ્થાન હોય છે. કેઈ પણ જીવને એક સાથે બે અથવા તેથી વધારે નિદ્રાદિને ઉદય હેતે નથી, માટે ઉદયસ્થાન ચાર અને પાંચ પ્રકૃતિના સમૂહારૂપ બેજ હોય છે.
આ ગ્રંથકાર વગેરે કેટલાએક આચાર્ય ભગવંતેના મતે ક્ષપકશ્રેણમાં તથા ક્ષીણ મેહે નિદ્રાને ઉદય ન હોવાથી ત્યાં માત્ર ચારનું એકજ હદયસ્થાન અને એકથી અગિયાર ગુણસ્થાનક સુધી તેમજ અન્ય આચાર્યોના મતે ક્ષપકશ્રેણિમાં તથા ક્ષીણમાના દ્વિચરમ સમય સુધી જ્યારે પાંચમાંથી એક પણ નિદ્રાને ઉદય ન હોય ત્યારે ચારનું અને નિદ્રાને ઉદય હોય ત્યારે પાંચનું એમ બે ઉદયસ્થાન હોય છે.
ત્યાં છઠ્ઠા ગુણસ્થાન સુધી પાંચમાંથી ગમે તે એક નિદ્રાને ઉદય થઈ શકે છે, માટે છઠ્ઠા ગુણસ્થાન સુધી પાંચના ઉદયમાં પાંચ ભાંગા થાય, અને થીણુદ્વિત્રિકને ઉદય છઠ્ઠા ગુણસ્થાન પછી ન હોવાથી સાતમાથી ૧૧ મા સુધી પાંચના ઉદયે નિદ્રા અથવા પ્રયતા સાથે બેજ ભાંગા થાય છે. ' ઉપશમ શ્રેણિમાં અગિયારમા ગુણસ્થાનક સુધી અને ક્ષપકશ્રેણીમાં નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી આ કર્મની બધી જ પ્રકૃતિએ સત્તામાં હોવાથી નવનું અને ક્ષપકશ્રેણીમાં નવમાના પહેલા ભાગના અને ઈશુદ્વિત્રિકને ક્ષય થવાથી આ ગુણસ્થાનના બીજા ભાગથી બારમા ગુણસ્થાનકના ઉપન્ય સમય સુધી છાનું અને નિદ્રાદ્ધિકને સ્વરૂપ સત્તાની અપેક્ષાએ ક્ષય થવાથી બારમાના ચરમસમયે ચારનું. એમ ત્રણ સત્તાસ્થાન હોય છે,