________________
૨૦૮
પંચસંગ્રહ વતીયખંડ तेजोलेश्यातीताः बध्नन्ति न निरयविकलसूक्ष्मत्रिकम् ।
सैकेन्द्रियस्थावरातपतिर्यत्रिकोद्योताः नव द्वादश ॥१५५॥ અર્થ–સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત ઇંગલિકે દુર્ભગત્રિક, નીચગોત્ર, અપ્રશસ્ત વિહાગતિ, નપુંસકવેદ, સંધયણનામ, દારિકદ્ધિક, મનુજદ્ધિક પહેલા સિવાયના, પાંચ સંસ્થાનના અબંધક છે. કૃણાદિ ત્રણ શ્યામાર્ગણા, અસંયમમાર્ગણા, વૈક્રિય, અને વૈક્રિયમિશ્ર માર્ગણામાં વર્તમાન આહારદ્ધિકને બંધ કરતા નથી. દારિકમિશ્રગે વર્તમાન આહારકટ્રિક, નરકત્રિક અને છડું દેવાયુ એ છને બંધ કરતા નથી.
કામણુકાયાગ અને અનાહારકમાં વર્તમાન બે આયુ સહિત આઠને બંધ કરતા નથી. આહારકકાયગે વર્તમાન સત્તાવન અને આહારકમિશ્ને વર્તમાન સઠ પ્રકૃતિએને બંધ કરે છે. તે શ્યામાં આગળ વધેલા નરકત્રિક, વિકલત્રિક અને સૂફમત્રિક એમ નવ પ્રકૃતિને બંધ કરતા નથી. પદ્મશ્યામાં આગળ વધેલ એકેનિદ્રય, સ્થાવર અને આત૫ સાથે બારને બંધ કરતા નથી. અને શુકલેશ્યામાં આગળ વધેલા તિર્યંચત્રિક અને ઉદ્યોત સાથે સેળને બંધ કરતા નથી.
ટીકાનુ – સઘળી પતિએ પર્યાપ્તા થયેલા અસંખ્ય વર્ષના આયુવાળા મનુષ્ય અથવા તિર્યએ દુર્ભગત્રિક-દુર્ભાગ, અનાદેય અને અપયશ, નીચગવ્ય, અપ્રશસ્ત વિહાગતિ, નપુંસકવેદ, છ એ સંઘયણ, ઔદારિકદ્ધિક-ઔદારિકચરર, ઔદારિક અંગોપાંગ, મનુષ્યદ્ધિકમનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, સમચતુરસ વિના પાંચ સંસ્થાન, આ પ્રમાણે એકવીશ પ્રકૃતિઓ, તથા પૂર્વની ગાથામાં કહેલ દેવાયુ સિવાય વીશ પ્રકૃતિએ સઘળી મળી એકતાલીસ પ્રકૃતિએને બંધ કરતા નથી.
ઈન્દ્રિય અને કાયદ્વારના સંબંધમાં દ્રવ્યપ્રમાણુ પહેલાં જ નથતિ રેવતિ - વિટા' એ ગાથા વડે કહી ગયા છે. રહી ગયેલ શેષ દ્વારમાં મનુષ્યની જેમ સમજવું. જ્યાં જે વિશેષ છે, તે કહે છે
લેશ્યાદ્વારમાં કૃણ, નીલ અને કાતિલેશ્યા માર્ગણાએ, સંચમહારમાં અસંયમ માર્ગણાએ, ગદ્વારમાં વૈક્રિય અને વૈક્રિયમિશ્ર માર્ગણાએ વર્તમાન આત્મા આહારકશરીર અને આહારક અંગોપાંગનામને બંધ કરતા નથી. આહારકટ્રિકને બંધ વિશિષ્ટ સંયમ દ્વારા થાય છે. ઉપરોકત માર્ગણવાળાઓને વિશિષ્ટ સંયમ નહિ હોવાથી તેઓ આહારદ્ધિકને બંધ કરતા નથી.
ઔદારિકમિશગે વર્તમાન આહારદ્ધિક, નરકત્રિક અને દેવાયુ એ છ પ્રકૃતિને બંધ કરતા નથી,