________________
૨૦૨
પંચસંગ્રહ તૃતીયખંડ ગુણ નિમિત્તો અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયને અભાવ હોવાથી દશ પ્રકૃતિઓ બંધમાં આવતી નથી, માટે તેને સડસઠ પ્રકૃતિઓ બંધ ગ્ય છે.
તેમાંથી પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક જતાં પ્રમત્તને ત્રેસઠ પ્રકૃતિઓ બંધ એગ્ય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયને બંધ નહિ થવાનું કારણ તેના ઉદયને અભાવ છે. અહિં સર્વવિરતિ સાધુને તે કષાયને ઉદય હોતો નથી.
તેમાંથી અસ્થિર, અશુભ, અપયશકીર્તિ, અસાતવેદનીય, શેક અને અરતિમહનીય એ છ દૂર કરતાં અને આહારકદ્ધિક મેળવતાં અપ્રમત્તને ઓગણસાઠ પ્રકૃતિને બંધ થાય છે. અપ્રમત્ત યતિ વિશુદ્ધ સંયમી હેવાથી અસ્થિરાદિ છ પ્રકૃતિઓ બાંધતા નથી; અને તધોગ્ય વિશુદ્ધ અધ્યવસાય હવાને લીધે આહારકદ્ધિક બાંધે છે, માટે અપ્રમત્ત યતિને એગણુડ પ્રકૃતિને બંધ થાય છે.
દેવાયુ વિના અપૂર્વકરણ ગુણસ્થાનકવન્ત આત્મા અઠ્ઠાવન પ્રકૃતિએ બાંધે છે. અને પૂર્વકરણાદિ ગુણસ્થાનકવાળા આત્માઓ અતિવિશુદ્ધ પરિણામને ભેગે આયુના બંધને આરંભ કરતા નથી. આ અઠ્ઠાવન પ્રકૃતિને બંધ અપૂર્વકરણના સાત ભાગ કરીએ તે માંહેના પહેલા ભાગ સુધી જ થાય છે. પહેલા ભાગના ચરમ સમયે નિદ્રા અને પ્રચલાને બંધવિચ્છેદ થાય છે, એટલે બીજા, ત્રીજા, ચોથ, પાંચમા અને છઠ્ઠા ભાગ સુધી છપ્પન પ્રકૃતિઓ બંધાય છે.
છઠ્ઠા ભાગના ચરમ સમયે દેવદ્રિક, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયદ્રિક, આહારદ્ધિક, તૈજસ, કામg, સમચતુરસસંસ્થાન, વર્ણચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ નવક, પ્રશસ્ત વિદાયગતિ, નિર્માણ અને જિનનામ એ ત્રીસ પ્રકૃતિને બંધવિચછેદ થાય છે. એ ત્રીસ પ્રકૃતિને બંધવિકેદ થયા બાદ છવ્વીસને બંધ થાય છે, અને તે અપૂર્વ કરણના ચરમ સમય પર્યત થાય છે.
તે ચરમ સમયે હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા એ ચાર પ્રકૃતિને બંધવિચ્છેદ થવાથી અનિવૃત્તિ બાદરભંપરાયના પ્રથમ સમયે બાવીશ બંધગ્ય થાય છે. કહ્યું છે કેઅપૂર્વકરણના ચરમ સમયે હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સાને બંધવિ છેદ થયે તે અનિવૃત્તિબારસં૫રાયના પ્રથમ સમયે બાવીશ પ્રકૃતિને બંધ થાય છે.
તે બાવીશને બંધ ત્યાંસુધી થાય છે કે અનિવૃત્તિબાદરસિં૫રાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે. ત્યાર બાદ પુરૂષદને બંધવિચછેદ થવાથી એકવીશ પ્રકૃતિ બંધગ્ય થાય છે. અને તે પણ ત્યાં સુધી બંધાય છે કે શેષ રહેલ સંખ્યામાં ભાગ પ્રમાણુ કાળના સંખ્યાતા ભાગ જાય, એક શેષ રહે. ત્યારપછી સંજવલન ક્રોધને બંધવિચ્છેદ થવાથી વીશ પ્રકૃતિ બંધયેગ્ય થાય છે. અને તે પણ શેષ રહેલ કાળના સંખ્યાતા