________________
૧૯૪
પંચસંગ્રહ તૃતીયખંડ અસ્થિર, શુભ, અશુભ, વર્ણાદિચતુષ્ક, નિર્માણ, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂથમ, પર્યાપ્ત દુર્ભાગ, અનાદેય અને અપયશ આ એકવીશ પ્રકૃતિઓને ઉદય વિગ્રહગતિમાં વર્તમાન સૂમિ પર્યાપ્ત એકેન્દ્રિયને હોય છે, અહિં પ્રતિપક્ષ કોઈ પણ પ્રકૃતિને ઉદય નહિ હોવાથી એકજ ભંગ થાય છે. - આ એકવીશના ઉદયમાં દારિક શરીર, ઉપઘાત, હુંડસંસ્થાન અને પ્રત્યેક કે સાધારણમાંથી એક એમ ચાર પ્રકૃતિ નાખતાં અને તિર્યંચાનુપૂથ્વી દૂર કરતાં શરીરસ્થ સૂક્ષ્મ એકેન્દ્રિયને ચવીશને ઉદય થાય છે. અહિં પ્રત્યેક અને સાધારણ સાથે ફેરવતાં વીશને ઉદય બે પ્રકારે થાય છે.
ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાતનામ ઉમેરતાં પચીસને ઉદય થાય છે. આ ઉદયના પણ પૂર્વોક્ત રીતે બે ભંગ થાય છે.
ત્યારપછી પ્રાણપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનામ મેળવતાં છવીસને ઉદય થાય છે. અહિં પણ પૂર્વે કહ્યા તેજ બે ભંગ થાય છે,
સૂમપર્યાપ્તને ચારે ઉદયસ્થાન આશ્રયી સઘળા મળી સાત ભંગ થાય છે.
પર્યાપ્ત બાદર એકેન્દ્રિયને એકવીશ આદિ પાંચ ઉઠયસ્થાને હોય છે. તે આ પ્રમાણે ૨૧-૨૪-૨પ-૨૬-૨૭. તેમાં એકવીશને ઉદય આ રીતે છે. તૈજસ, કામણ, નિમણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ, વર્ણચતુષ્ક, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, એકેન્દ્રિય જાતિ, સ્થાવર, બાદર, પર્યાપ્ત, દુર્ભગ, અનાદેય અને યશ-અપયશકીર્તાિમાંથી એક. આ એકવીશ પ્રકૃતિને ઉદય વિગ્રહગતિમાં વર્તમાન બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને હોય છે, અહિં યશકીર્તિ -અપયશકીર્તિ સાથે ફેરવતાં બે ભંગ થાય છે.
ત્યારબાદ શરીરથ બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને એકવીશમાંથી તિર્યંચાનુપૂર્વી દૂર કરતાં અને ઔદારિકશરીર, હેંડસંસ્થાન, ઉપઘાત અને પ્રત્યેક કે સાધારણ બેમાંથી એક એમ ચાર ઉમેરતાં વીસને ઉદય થાય છે. અહિં પ્રત્યેક અને સાધારણ સાથે યશ અને અપયશ સાથે ફેરવતાં ચાર ભંગ થાય છે. વૈક્રિય કરતા બાદર વાયુકાયને પણ વીસને ઉદય હોય છે. માત્ર તેઓને દારિક શરીરના સ્થાને વૈકિયશરીર કહેવું, શેષ પ્રકૃતિઓ એજ સમજવી. તેને એક જ ભંગ થાય છે. કેમકે તેઓને સાધારણ અને યશકીતિને ઉદય હોતું નથી, સઘળા મળી ચેવીસના ઉદયના પાંચ ભાંગા થાય છે.
ત્યાર પછી શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા તેઓને પરાઘાતને ઉદય ઉમેરતાં પચીસને ઉદય થાય છે. અહિં પણ ઉપર કહ્યા તે પ્રમાણે પાંચ ભંગ થાય છે.
ત્યારબાદ ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને શ્વાસોચ્છવાસને ઉદય ઉમેરતાં છવીસને ઉદય થાય છે. અહિં પણ ઉપર કહ્યા તે પ્રમાણે પાંચ ભંગ થાય છે. અથવા શરીરપતિએ