________________
સતિકા ટીકાનુવાદ
असंज्ञिन्यपर्याप्ते तिर्यगायुरुदये पश्च यथा तु तथा मनुजे । मनःपर्याप्ते सर्वे इतरस्मिन् पुनः दश तु पूर्वोक्ताः ॥ १३४॥ અર્થ_તિય ચામુને ઉદય છતા જેમ પહેલાં પાંચ ભાંગ કહ્યા તેમ પાંચ ભાંગા અસંજ્ઞિ અપર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યમાં હોય છે. પર્યાપ્ત સંજ્ઞિમાં સઘળા ભાગ હોય છે, અને ઈતર-અપર્યાપ્ત સંત્તિમાં પૂર્વોક્ત દશ ભાંગા હોય છે.
ટીકાનુ—તિર્યંચાયુને ઉદય છતા પૂર્વની ગાથામાં એકેન્દ્રિયાદિમાં જે પાંચ ભાંગા કા તેજ અન્યૂનાતિરિક્ત પાંચ ભાંગા અસંગ્નિ-અપર્યા:-તિર્યંચ અને અસં િમનુષ્યમાં સમજવા. કારણ કે અપર્યાપ્તા-અસંશ-તિર્યંચ અને સંમૂર્ણિમ મનુષ્ય મનુષ્પાયુ અને તિર્યગાયુને જ બંધ કરે છે.
સંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્તામાં આયુના અઠ્ઠાવીશે ભાંગ હોય છે. કારણ કે તેઓ ચારે ગતિમાં હોય છે, અને ચારે ગતિ યોગ્ય બંધ કરે છે.
ઈતર-સંસિ અપર્યાપ્તામાં મનુષ્ય આશ્રયી પાંચ અને તિર્યંચ આશ્રયી પાંચ સઘળા મળી દર્શ ભાંગા હોય છે. કેમકે લધિ અપર્યાપ્તા સંક્ષિ મનુષ્યાયુ અને તિર્યંચાયુને જ બંધ કરે છે, એટલે બંધ પહેલને એક, બંધકાળના બે આયુને બંધ થતો હેવાથી બે, અને બંધકાળ પછીના બે, કુલ પાંચ ભંગ મનુષ્યના અને પાંચ તિર્યંચના, સઘળા મળી દેશ ભાંગા થાય છે. દેવે અને નારકીઓ લબ્ધિ અપર્યાપ્તા લેતા નથી તેમજ તેઓ અપર્યાપ્તાવસ્થામાં આયુને બંધ પણ કરતા નથી. એટલે તેઓને અપર્યાતાવસ્થામાં બંધકાળ પહેલાં એક-એક ભંગ લઈ તે સંપત્તિ અપર્યાપ્તમાં બાર ભંગ હેય છે. ગાથામાં ગ્રહણ કરેલ તે શબ્દથી એ બે ભંગ લીધા છે. ૧૩૪ . આ પ્રમાણે જીવસ્થામાં આયુનાં બંધાદિ સ્થાને બતાવીને હવે મેહનીયના બંધાર બતાવે છે –
बंधोदयसंताई पुण्णाई सणिणो उ मोहस्स । बायरविगलासण्णिसु पज्जेसु दु आइमा बंधा ॥१३५॥
बन्धोदयसन्ति पूर्णानि संज्ञिनस्तु मोहस्य ।
बादरविकलासंज्ञिषु पर्याप्तेषु द्वावादिमौ बन्धौ ॥१३५॥ અર્થ–સંત્તિમાં મોહનીય કર્મનાં સઘળાં બંધ, ઉદય અને સત્તાના સ્થાનકે હોય છે. બાદર એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને અસંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્તામાં આદિનાં બે બંધસ્થાનક હોય છે.