________________
૧૮૮
પંચસંગ્રહ વતીયખંડ તેજ તેર જીવસ્થાનોમાં ગત્રકર્મના નીચગેત્રના ઉદયથી થતા ત્રણ ભાગ હોય છે. તે આ પ્રમાણે-૧ નીચગેત્રને બંધ, નીચગેત્રને ઉદય, નીચગોત્રની સત્તા, આ ભંગ તેલ વાઉકાયમાં હોય છે. અથવા તેવાઉમાંથી નીકળી અન્ય તિયામાં ઉત્પન્ન થયેલાને ઉચ્ચ ન બાંધે ત્યાંસુધી હોય છે. ૨ નીચને બંધ, નીચને ઉદય, નીચ–ઉચ્ચ બંનેની સત્તા. ૩ ઉચ્ચગેવને બંધ, નીચ ઉદય, બંનેની સત્તા. આ સિવાય અન્ય કોઈ ભાંગા સંભવતા નથી, કેમકે ઉપરોક્ત તેરે અવસ્થાનકમાં ઉચ્ચગોત્રને ઉદય હોતું નથી.
સંસિ પંચેન્દ્રિયને તે પહેલાં જે પ્રમાણે કહ્યા છે, તે પ્રમાણે વેદનીય અને ગોત્રકર્મના સઘળા ભાંગ હોય છે. કેમકે સંજ્ઞિમાં સઘળે ગુણસ્થાનને સંભવ છે. ૧૩૨
હવે ગુણસ્થાનકોમાં આયુના ભાંગા કહે છે– तिरिउदए नव भंगा जे सव्वे असण्णि पज्जत्ते । ... नारयसुरचउभंगायरहिया इगिविगलदुविहाणं ॥१३३॥ तिर्यगायुरुदये नव भंगा ये ते सवें असंज्ञिनि पर्याप्ते ।
नारकसुरचतुभेगकरहिता एक-विकलानां द्विविधानाम् ॥ १३३॥ અર્થ_તિર્યગાયુને ઉદય છતાં જે નવ ભાંગા કહ્યા છે, તે સઘળા અસંg પર્યાપ્તામાં હોય છે. તથા પર્યાપ્ત-અપર્યાપ્ત એકેન્દ્રિય અને વિકલેન્દ્રિમાં નારક અને દેવના ચાર ભંગ વિના પાંચ ભંગ હોય છે.
ટીકાનું –તિર્યંચાયુને ઉદય છતા એટલે કે તિર્યને આયુના બંધકાળ પહેલાને એક, આયુના બંધકાળના ચાર અને બંધ પછી ચાર એ પ્રમાણે જે નવ ભાંગ કહ્યા છે, તે સઘળા અસંગ્નિ પચેન્દ્રિમાં હેય છે. કેમકે તેઓ ચારે ગતિગ્ય બંધ કરે છે.
તેજ નવ ભાગમાંથી નારકી અને દેવાયુના બંધકાળને એક-એક અને બંધ પછીને એક-એક, કુલ ચાર ભાંગા વર્જિને શેષ પાંચ ભાંગા પર્યાપ્ત-અપર્યાપ્ત એકેન્દ્રિય અને વિક્લેન્દ્રિમાં હોય છે. કેમકે એકેન્દ્રિો અને વિકલેન્દ્રિયે દેવ-નાશકાયુને બંધ કરતા નથી, પરંતુ મનુષ્ય-તિર્યંચાયુને જ બંધ કરે છે, એટલે બંધકાળ પહેલાંને એક, મનુષ્યાય અને તિર્યંચાયુના બંધકાળને એક-એક અને તે બંને આયુના બંધકાળ પછીને એક-એક, કુલ પાંચ ભાંગા જ થાય છે. ૧૩૩
શેષ છવભેદમાં આયુના ભંગ કહે છે–
असण्णि अपज्जत्ते तिरिउदए पंच जह उ तह मणुए । मणपज्जत्ते सव्वे इयरे पुण दस उ पुव्वुत्ता ॥१३४॥