________________
સપ્તતિકા ટીકાનુવાદ અગિકેવલી પર્વત મનુષ્યાયુની અને ઉપશાંત મહાપર્યત દેવાયુની સત્તા હોય છે. અગિયારમા ગુણસ્થાનક સુધી દેવાયુની સત્તા હેવાનું કારણ દેવાયુને બંધ કરીને સંયત મનુષ્ય ઉપશમશ્રેણિ આરંભી શકે છે, અને ઉપશમશ્રેણિ ઉપશાંત મેહ પર્યત હોય છે. ૮
આ પ્રમાણે આયુને બંધ, ઉદય અને સત્તા જણાવીને તેને સંવેધ કહે છેअब्बंधे इगि संत दो दो बद्धाउ बज्झमाणाणं । चउसुवि एक्कस्सुदओ पण नव नव पंच इइ भेया ॥९॥
अबन्धे एकस्य सत्ता द्वे द्वे बद्धायुषां बध्यमानानाम् ।
चतसृष्वपि एकस्योदयः पञ्च नव नव पश्च इति भेदाः ॥९॥ અર્થ-આયુને બંધ ન થયું હોય ત્યાં સુધી એકની સત્તા હોય છે, જેણે આયુ બાંધ્યું હોય કે વર્તમાનમાં બંધ કરતા હોય તેને બે-બે આયુ સત્તામાં હોય છે. ઉદય ચારે ગતિમાં ભેગવાતા એક-એક આયુને જ હોય છે. ચારે ગતિના અનુક્રમે પાંચ નવ નવ અને પાંચ એમ અઠ્ઠાવીસ સંવેધ ભાંગા થાય છે.
ટીકાનુ-ચાર ગતિમાં જ્યાં સુધી પરભવના આયુને બંધ થયે હોતે નથી ત્યાંસુધી અને ઉદય પ્રાપ્ત ભેગવાતું એક જ આયુ સત્તામાં હોય છે. અને જેઓએ પરભવનું આયુ બાંધ્યું હોય કે પરભવનું આયુ બાંધતા હોય તેઓને પિતાનું ગવાતું આયુ અને પરભવ આયુ એમ બે આયુ સત્તામાં હોય છે.
ચારે ગતિમાં જે જે ગતિમાં જ હોય તે ગતિને અનુસરતા એક જ આયુને હમેશાં ઉદય હોય છે. કેઈ વખત એક સાથે બે આયુને ઉદય હેતું નથી. પરભવના ' જે આયુને બંધ થયેલ હોય તે ગતિમાં જાય ત્યારે જ તે આયુને ઉદય થાય છે.
- ઉપરોક્ત ગાથામાં તિર્યંચ અને નારકાયુની સત્તા અનુક્રમે પાંચમાં અને ચોથા સુધીજ કહી છે.
અહિં વિવક્ષા જ બળવાન હોય તેમ જણાય છે, એટલેજ તિર્યો અને નારકે પિતે જેટલા ગુણસ્થાન પ્રાપ્ત કરી શકે છે ત્યાં સુધી જ તેની સત્તા કહી. દેવ પિતે જે કે ચાર ગુણસ્થાનક જ - પ્રાપ્ત કરી શકે છે છતાં દેવાયુને બંધ કરી મનુષ્યો અગીઆરમા સુધી જાય છે માટે દેવાયુની સત્તા અગિઆરમા સુધી વિવક્ષી છે.
૧ બંધકાળ પહેલાંના, બંધકાળના અને બંધ થયા પછીના ભાંગાઓ વિચારવાથી સઘળા આપોઆપ મળી જશે, બંધકાળ પહેલાં દરેકને હંમેશાં એક જ ભંગ હોય છે. બંધકાળના જેઓ ચારે આય બાંધે છે તેના ચાર અને જેઓ પરભવનાં બે આયુ બધેિ છે. તેના બે ભાંગા થાય છે. અને બંધકાળ પછીના પણ જેઓએ ત્યારે આ બાંધ્યા હોય તેઓને ચાર, અને જેઓ બે જ પારભવિક આયુ બાંધતા હોય તેઓને બે ભાંગા થાય છે.