________________
સપ્તતિકા ટીકાનુવાદ પાંચે કર્મ પ્રવૃતિઓને એક સાથે બંધ થતું હોવાથી તેમજ એક સાથેજ બંધ-વિચ્છેદ થતે હેવાથી એ બંને કર્મનું પાંચ-પાંચ પ્રકૃતિરૂપ એક-એકજ બંધસ્થાનક છે. એ બંને કર્મની પાંચેય કમ પ્રકૃતિને ઉદય અને સત્તા ક્ષીણમેહપર્યત હોય છે, આગળ ઉપર નહિ. આ રીતે ઉદય અને સત્તામાં પાંચેય પ્રકૃતિ સાથેજ હોવાથી તેમ સાથેજ જતી હોવાથી એ બંને કર્મનું ઉદયસ્થાન અને સત્તાસ્થાન પણ પાંચ-પાંચ પ્રકૃતિનું જ બનેલું હોય છે.
હવે આયુ સંબંધે ગુણસ્થાનકે આશ્રયીને બંધ ઉદય અને સત્તાને વિચાર કરવા ઈચ્છતા કહે છે-પહેલા મિથ્યાષ્ટિ ગુણસ્થાનક પર્યત, નારકાયુને બંધ છે, તિર્યંચાયુને સાસ્વાદન ગુણસ્થાનક પર્યન્ત, મનુષ્યાયુને ચતુર્થ ગુણસ્થાનક પર્યા, અને દેવાયુને બંધ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનક પર્યત હોય છે. ૭
नारयसुराउ उदओ चउ पंचम तिरि मणुस्स चोइसमं । आसम्मदेसजोगी उवसंता संतयाऊणं ॥८॥ नारकसुरायुषोरुदयः चतुर्थ पञ्चमं तिर्यगायुषः मनुष्यायुषः चतुर्दशम् ।
आसम्यक्त्वदेशायोगिनः उपशान्तं सत्ता आयुषाम् ॥८॥ અર્થ-નારક અને દેવાયુને ઉદય ચોથા ગુણસ્થાનક સુધી, તિર્યંચાયુને પાંચમા સુધી અને મનુષ્યાયુને ચૌદમા સુધી ઉદય હોય છે. નારકાયુની સમ્યકત્વ ગુણસ્થાન સુધી, તિર્યંચાયુની પાંચમા સુધી, મનુષ્પાયુની અગિસુધી અને દેવાયુની ઉપશાંત મેહ સુધી સત્તા હોય છે. . 1 ટીકાન-નારકી અને દેવાયુને ઉદય ચોથા અવિરતિ સમ્યગ્દહિટ ગુણસ્થાનક સુધી હોય છે, કેમકે નારકી અને દેવેને ચાર જ ગુણસ્થાનક હોય છે. તિર્યંચાયુને ઉદય પાંચમા દેશવિરતિ ગુણસ્થાનક સુધી હોય છે, કેમકે તેમાં પાંચ જ ગુણસ્થાનકે હેય છે. અને મનુષ્પાયુને ઉદય ચૌદમાં અગિ ગુણસ્થાન પર્યત હોય છે, તેમાં સર્વ ગુણસ્થાનકોનો સંભવ છે માટે.
અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન પર્યત નારકાયુની, દેશવિરતિ પર્યત ઉતર્યગાયુની,
૧ અહી મનુષ્ય અને દેવાયુષ્યને બંધ અનુક્રમે ચોથા અને સાતમા ગુણસ્થાનક સુધી કહ્યો છે પરંતુ ત્રીજા ગુણસ્થાનકે તથાસ્વભાવે આયુષ્ય બંધ ન હોવાથી અહીં તેમજ આગળ પણ ત્રીજા ગુણસ્થાનકનું વજન સમજવું.
અગિયારમા ગુગુસ્થાનક સુધી દેવાયુની સત્તા કહી. કેમકે દેવાયું બાંધીને સંયતે ઉપશમશ્રેણિ માંડી શકે છે અને અગીઆરમા સુધી જાય છે, કંઈ દેને અગીઆર ગુણસ્થાનકો હતાં નથી. તેમ તિર્યંચનું અને નરકનું આયુ બાંધીને પણ મનુષ્યો સાતમા ગુણસ્થાનક પર્યત જાય છે. મનુ ધ્યાયને ઉદય મનુષ્ય–નારકાયુની સત્તા, મનુષ્પાયુને ઉદય તિયચ-મનુષ્પાયુની સત્તા આ બે ભાંગા સાતમા સુધી હવે પછી આવતી નવમી ગાથાની ટીકામાં આ. શ્રી મગિરિ મહારાજે કહ્યા છે, છતાં