________________
સપ્તતિકા ટીકાનુવાદ તેમાં શરૂઆતનાં બખે અમેગિના દ્વિચરમ સમયપર્યત હેય છે. અને છેલે સમયે તીર્થંકરભગવંતને નવનું અને સામાન્ય કેવળીને આઠનું સત્તાસ્થાન હોય છે.
આ પ્રમાણે ગુણસ્થાનકમાં નામના બંધ, ઉદય અને સત્તાના સ્થાનકોને સંવેધ સાથે વિચાર કર્યો.
હવે ગતિમાં નામકર્મના બંધાદિ સ્થાનકેને વિચાર કરે છે–
તેમાં નારકીને એગણત્રીશ અને ત્રીશ એ બે બંધસ્થાન હોય છે. તેમાં એગણત્રીશ નારકીઓને તિર્યંચગતિ એગ્ય બાંધતાં અને મનુષ્યગતિ યોગ્ય બાંધતાં બંધાય છે. તથા ઉદ્યોતનામકર્મ યુક્ત ત્રીશ તિર્યંચગતિ યોગ્ય બાંધતાં અને તીર્થકર નામકર્મયુકત ત્રિીશ મનુષ્યગતિ એગ્ય બાંધતાં બંધાય છે. આ બંધસ્થાનકમાં ભાંગા જે પહેલાં કહ્યા છે તે અહિં પણ સમજવા. એટલે કે મનુષ્ય અને તિર્યંચગતિ બને એગ્ય ૨૯ના બંધ ૪૬૦૮, તિર્યંચ ગ્ય ૩૦ના બંધે ૪૬૦૮ અને મનુષ્ય યોગ્ય ૩૦ના બંધે ૮ એ રીતે તિર્યંચગતિ યોગ્ય બે બંધસ્થાનકના ૯૨૧૬ અને મનુષ્યગતિ એગ્ય બે બંધસ્થાનકના ૪૬૧૬ ભાંગા થાય છે.
નારકીમાં ઉદયસ્થાનકે પાંચ હેય છે, તે આ પ્રમાણે-૨૧-૨૫-૨૭ ૨૮–૨૯. આ ઉઠવસ્થાનકે ભાંગાઓ નારકીને સામાન્ય ઉદયસ્થાનકની જેમ સમજવા.
સત્તાસ્થાનકે ત્રણ હોય છે. તે આ ૨-૮૯-૮૮. તેમાં બાણું અને અાશી એ બે સત્તાસ્થાન તે જેમ સામાન્યતઃ સર્વને હોય છે, તેમ નારકીને પણ હોય છે. નેવ્યાશીનું સત્તાન તીર્થકરનામકર્મ બાંધ્યા પછી મિથ્યાત્વે જઈનરકમાં ઉત્પન્ન થયેલાને હોય છે, જેને વિચાર પહેલાં કરી ગયા છે. ત્રાણુનું સત્તાસ્થાન નરકગતિમાં હેતું નથી. કેમકે તીર્થ કર અને આહારકની સત્તા છતા કેઈ પણ જીવ નરકમાં ઉત્પન્ન થતું નથી. - હવે સંવેધ કહે છે–તિર્યંચગતિ યોગ્ય ઓગણત્રીશને બંધ કરતા નારકને ઉપર કહ્યા તે પાંચે ઉદયસ્થાનકે હોય છે. એટલે કે ઉપર કહ્યા તે સ્વગ્ય પાંચે ઉદયસ્થાનકે વર્તતા નારકીઓ તિર્યંચગતિ 5 ઓગણત્રીશને બંધ કરે છે. તે વખતે તેને બાણું કે અઠ્ઠાશીમાંથી કોઈ પણ સત્તાસ્થાન હોય છે. તીર્થકર નામની સત્તાવાળા નારકે તિર્યંચગતિ યંગ્ય બંધ કરતા નહિ હેવાથી તિર્યંચગતિ યોગ્ય બંધ નેવ્યાસીનું સત્તાસ્થાન હેતું નથી. એ પ્રમાણે ઉદ્યોત નામકર્મ સાથે તિર્યંચગતિ 5 ત્રીશને બંધ
૧ શ્રેણિકાદિની જેમ નરકનું આયુ બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જન કરી તીર્થંકરનામ નિકાચી સમ્યકત્વ યુકત પણ નારકીમાં જાય છે. તેવામાં મનુષ્ય યોગ્ય ત્રીશ જ બાંધે છે અને તેમને પીય ઉદયે એક વ્યાશીનું જ સત્તાસ્થાન હોય છે.